Abtak Media Google News

રૈયા ગામ પાછળ ખરાબાની જગ્યામાં ૯૨ બોટલ દારૂ રેઢો મુકી બુટલેગર ફરાર

ગોંડલ રોડ પર આવેલી પંચશીલ સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટ પાસેથી પોલીસને વિદેશી દારૂની ૫૩૨ બોટલ દારૂ ભરેલી ફોરચ્યુનર કાર રેઢી મળી આવતા પોલીસે રૂા ૧૭.૬૬ લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ આદરી છે.

આ અંગેની વિગત મુજબ માલવીયા નગર પોલીસના પી.એસ.આઇ જે.એસ. ચંપાવત, કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ સહીતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા ત્યારે પંચશીલ સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટમાં ફોરચ્યુનર કાર નંબર જીજે ૧૦ એપી ૨૨૩૩ રેઢી પડી હોવાની જાણ થતાં પોલીસ સ્ટાફે ઉપરોકત સ્થળે દોડી જઇ કારની તલાસી લેતા મોંધીદાર ટોયોટો ફોરચ્યુનર કાર માંથી રૂા ૨.૬૬ લાખની કિંમતની વિદેશી દારુની ૫૩૨ બોટલ મળી આવતાપોલીસે રૂા ૧૫ લાખ ની કાર સહીત કુલ રૂા ૧૭.૬૬ લાખ નો મુદામાલ કબજે કરી કાર નંબરના આધારે બુટલેગરની શોધખોળ આદરી છે.

Img 20191219 Wa0014

જયારે અન્ય એક દરોડામાં રૈયા ગામ પાછળ શાંતિ નિકેતન એવન્યુ થી આવળ આવેલા ખરાબાની જગ્યામાં કોઇ બુટલેગરે વિદેશીદારુની ૭૨ બોટલ રેઢી મુકી ગયો હોવાની જાણ થતાં પી.એસઆઇ એમ.વી. રબારી સહીતના સ્ટાફ દારુનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.