Abtak Media Google News

ભારતના લોકોને સંપૂર્ણ અને આંશિક એમ બંને ચંદ્રગ્રહણ જોવાનો મોકો મળશે

આ સદીનો સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇના રોજ ભારતમાં  અનેક જગ્યાએથી દેખાશે. એમ.પી.બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, એમપી બિરલા પ્લેનેટેરિયમના સંશોધન અને શિક્ષણ વિભાગના વડા દેબ્રીપ્રસાદ દૌરીએ આજે કહ્યું હતું કે’ દેશના તમામ ભાગમાંથી તેને જોઇ શકાશે’ આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાંથી પણ જોઇ શકાશે.

સંપૂર્ણ ચંદ્રગ્રહણ એક કલાક અને ૪૩ મિનિટ સુધી રહેશે જ્યારે આંશિક ગ્રહણ એકાક કલાક સુધી રહીને પછી અદ્રશ્ય થઇ જશે. ચંદ્રનું આશિંક ગ્રહણ ૨૭ જુલાઇએ ભારતીય સમય મુજબ  રાત્રે ૧૧-૫૪ વાગે શરૂ થશે જ્યારે સંપૂર્ણ ગ્રહણ ૨૮ જુલાઇએ રાતના એક વાગે શરૂ થશે.

આ વૈજ્ઞાાનિકોના જણાવ્યા મુજબ ૨૮ જુલાઇના રોજ ૧:૫૨ મિનિટે ચંદ્ર એકદમ કાળો દેખાશે અને ૨-૪૩ મિનિટ સુધી આવો જ રહેશે. ’આ સમયગાળા પછી ચંદ્ર આંશિક રીતે દેખાશે જે સવારના ૩:૪૯ મિનિટ સુધી રહેશે. લોકો માટે આ એક સુવર્ણ તક છે જેનો લાભ લેવો જોઇએ. આખી રાત ગ્રહણ રહેશે’એમ તેમણે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.