Abtak Media Google News
  • ભારતીય સેનાની જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો
  • આરોપી પાકિસ્તાની એજન્ટનો હનીટ્રેપનો શિકાર થયો

ગુજરાત ન્યૂઝ : રાજ્યના ભરૂચમાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો છે. જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે. આરોપી પાકિસ્તાની એજન્ટનો હનીટ્રેપનો શિકાર થયો .

Advertisement

 મિસાઈલ તથા ડ્રોન ટેકનોલોજીની મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડી હોવાનું સામે આવ્યું

CID ક્રાઇમને બાતમી મળી હતી કે ઝઘડિયામાં એક યુવક ભારતીય સૈન્યની ડ્રોન ટેકનોલોજી અને મિસાઇલ ટેકનોલોજી જેવી મહત્ત્વપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટોને શેર કરી રહ્યો છે. એક મહિનાથી આ યુવક પર વોચ રાખવામાં આવતી હતી .આ દરમિયાન તે પાકિસ્તાનની કોઇ યુવતીની પ્રોફાઇલ ધરાવતા સોશિયલ મીડિયા પેજ સાથે સંપર્કમાં હતો. પાકિસ્તાન સ્થિત યુવતીની પ્રોફાઇલ પર જે વ્યક્તિ હતી તેના દ્વારા જે કામગીરી કહેવામાં આવતી હતી તે કરતો હતો.

ટેકનિકલ એનાલિસીસ કર્યા બાદ જાણવા મળ્યું

કે આ કોઇ પાકિસ્તાની યુવતી નહીં પણ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI દ્વારા ઝઘડિયા સ્થિત યુવક પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્ત્વપૂર્ણ બાબતોની જાસુસી કરાવવામાં આવતી હતી. CID ક્રાઇમ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે કોની સાથે સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયા પર કઇ વ્યક્તિ સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.