Abtak Media Google News

મોરબી બે હોટેલમાં ખોટી ઓળખ આપી રોકાયેલ શખ્સને ઝડપી પાડતી મોરબી પોલીસ

Whatsapp Image 2023 08 08 At 17.23.12

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પાસે ખંડણી માંગનાર અને ખોટી ઓળખ આપી મોરબીની હોટેલમાં રોકાયેલ શખ્સને પકડી પાડતી મોરબી એ ડીવીઝન પોલીસ.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસેથી વિડિયો વાયરલ કરી ને આઠ કરોડની ખંડણીની માંગણી કરતા જીનેન્દ્ર શાહ મોરબીની બે અલગ અલગ હોટેલમાં રોકાયો હતો અને બન્ને હોટલ ખાતે પોતાની ખોટી ઓળખ આપીને રોકાયો હોવાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

જે ગુનાના આરોપી જિનેન્દ્ર શાહનો ટ્રાન્સફર વોરંટના આધારે મોરબી પોલીસે કબજો સંભાળી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય એક આરોપી વિજયસિંહ રાજપૂતને અટકાયત કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઋષિ મેહતા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.