Abtak Media Google News

રામવાડી ખાતે સંતો અને આગેવાનોની ઉ૫સ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ચર્ચા-વિચારણા કરાઇ

પવિત્ર યાત્રાધામ પાલીતાણા માં પરમ પરાગત ગુજરાત ની બીજા નંબર  સ્થાન ધરાવતી ભાવનગર જિલ્લા ના પાલીતાણા માં નિકળનારી  (૨૧) મી શ્રી કૃષ્ણ જન્મોઉત્સવ ની ભવ્ય રથાયાત્રા નું આયોજન થઈ રહીયું છે ત્યારે એમના આગળ દિવસો માં રક્ષાબંધન થી શીતળા સાતમ સુધી શ્રી કૃષ્ણ ધર્મોઉત્સવ પ્રદર્શન સમિતિ પાલીતાણા દ્વારા આયોજન ભાગ રૂપે રામવાડી ખાતે પૂ.સંતો અને આગેવાનો ની ઉપસ્થિતિમાં  બેઠક યોજવા માં આવેલ હતી.

બેઠક ના પ્રારંભે ઉપસ્થિત  સંતો અને મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટય કરી સમહુ હનુમાન ચાલીસા નો પાઠ કરવા માં આવેલ .જ્યારે પ્રાસંગિક  વિષય સંબોધી સમિતિ ના ભરતભાઇ રાઠોડ દ્વારા જે આયોજન થશે એમાં શ્રી કૃષ્ણ ધર્મોઉત્સવ. તેમજ ભારત સરકાર દ્વારા ચાલતી મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી વર્ષ તેમજ ૧૮૨ મિટર ઉંચી બનાવા માં આવેલ વિશાળ સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા ને લઈ અને વિવિધ ધાર્મિક આકર્ષિત પ્રદર્શન નું આયોજન આ પ્રદર્શન માં કરવા માં આવશે એમની વિસ્તૃત માહિતી આપી હતી.

જ્યારે  ઉપસ્થિત મચસ્થ રાષ્ટ્રિય સ્વંયમ સેવક સંઘ ના કપિલ ડોડીયા દ્વારા હિંદુ ધર્મ માં ઉજવાતા ઉત્સવો અને એમાં સંગઠન અને કાર્યકર્તા ઓ નું નિર્માણ અને સમાજ ની સમરસતા બની આવા કાર્ય ને સફળતા આપી સાચા હિંદુ સમાજ ના દર્શન કરાવી શકાય અને આ કાર્યક્રમ કરનાર કાર્યકર્તાઓ ને શુભેચ્છા આપી હતી.

ત્યાર બાદ  એજ્યુકેશન સોસાયટી ના મિલનભાઈ રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી ટિમ ને શુભેચ્છાઓ આપી હતી .જ્યારે એડવોકેટ શ્રી.કે ડી.ત્રીવેદી સાહેબ દ્વારા આવા કાર્યક્રમ સમાજ ને એક કરવા નું કામ કરે છે અને એ કામ કરનાર કાર્યકર્તા ઓ કઠણ થઈ ને પોતાનું કામ કરે એવું માર્ગદર્શન આપેલ.આ સાથે ઉપસ્થિત વિવેકાનંદ કેદ્ર ના શ્રી નરેન્દ્રભાઇ ત્રીવેદી સાહેબ દ્વારા હિંદુ સમાજ સંગઠન માં કોઈ વ્યક્તિ વિશેષ ને પ્રધાન્ય ન આપી ને મૂળ તત્વ સાથે અને એક સ્વરૂપ ને સાચી રીતે ઓળખી ને આયોજન ને આપણે સફળ બનાવી શકીએ છીએ અને આ આયોજન કરનારી ટિમ ને શુભેચ્છા આપી હતી. ત્યારે બાદ ઉપસ્થિત ભાવનગર જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા શ્રી કૃષ્ણ ધર્મોઉત્સવ ના માધ્યમ થી સૌ સમાજ ને સાથે રહીને આવા પર્વો ઉપર એક રાષ્ટ્ર ભાવના સાથે જોડાઈ એમની ઉજવણી થાય એવી ટિમ ને શુભેચ્છા આપી હતી. ઉપસ્થિત સંતો દ્વારા પ્રદર્શન બાબતે ધાર્મિક ટકોર અને માર્ગદર્શન આપી  સૌ ઉપસ્થિત લોકો ને બે હાથ ઊંચા કરાવી આ પ્રદર્શન સફળ કરવા સૌ સાથે જોડાઈ એવી સહમતી લેવડાવી હતી .મચસ્થ ઉપસ્થિત પૂ.હિમતબાપુ ગોંડલીયા.પૂ.પ્રવિણબાપુ હરિયાણી પૂ.ગૌતમ બાપુ રામ બાપુ. પાલીતાણા શહેર ભાજપ યુવા પ્રમુખ કિશન ભાઈ વાઘેલા પાલિતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ કરણ ભાઈ મોરી વિહિપ ના રાજુભાઇ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહિયા હતા. પાલીતાણા ની જન્માષ્ટમી ની પ્રથમ યાત્રા વખતે પ્રથમ જેમને ફાળો આપ્યો એવા પૂ.સંત શ્રી મહા મડેલશ્વર લક્ષમણદાસ બાપુ ને યાદ કરવા માં આવ્યા હતા અને એમની પાંચમી પુણ્ય તિથિ નિમિતે યોજનારા કાર્યક્રમ ઉપસ્થિત રહેવા સૌ ને આમંત્રણ આપવા આવ્યુ હતું  આ બેઠક માં પાલિતાણા ના  સમસ્ત સમાજ ના આગેવાનો વિવિધ સંસ્થા ઓ ના પ્રતિનિધિઓ પત્રકાર મિત્રો તમામ રાજકીય આગેવાનો. મોગલ. ગ્રુપ ના મિત્રો તેમજ બહોળી સંખ્યા માં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહિયા હતા. અને કાર્યક્રમ નું સમસ્ત સંચાલન વિજયભાઈ ચૌહાણ  દ્વારા કરવા માં આવેલ અને કાર્યક્રમ ના અંતે સૌ ભોજન સાથે લીધું હતું.

The-Meeting-Was-Held-In-Palitana-For-The-Planning-Of-Krishna-Janmotsavs-21St-Rath-Yatr
the-meeting-was-held-in-palitana-for-the-planning-of-krishna-janmotsavs-21st-rath-yatr

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.