Abtak Media Google News

41 નાયબ મામલતદાર અને 49 કલાર્કની ટ્રાન્સફર મોરબી કલેક્ટર  90 કર્મચારીઓની બદલી

મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીના 90 કર્મચારીઓની તથા નાયબ મામલતદાર/કલાર્ક સંવર્ગના કર્મચારીઓની જિલ્લા કલેક્ટર દ્વારા બદલી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર,  મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને 49 જેટલા ક્લાર્કના બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આટલી મોટી સંખ્યામાં બદલી ભાગ્યે જ થતી હોય છે. જેને કારણે જિલ્લાના આખા મહેસુલ તંત્રમાં મોટો ફેરફાર થયો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.