Abtak Media Google News

મોરબીમાં ઝુલતા પુલ તુટવાની દુધર્ટમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતાપૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ નાગરિકો ભોગ બન્યા છે. આ ઘટનાથી આખુ વિશ્વ સ્તબ્ધ થઇ ગયુ છે ત્યારે મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા અને સમગ્ર રાજવી પરિવારે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખુબ જ હતપ્રભ થયા છે. આ હતભાગીઓના પરિવાર સાથે રાજવી પરિવાર સાથે છે અને તેમના દુઃખમાં સહભાગી છે.

આ ઘટનાની જાણ થતા રાજવી પરિવાર વતી રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવ્યા અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગીના પરિવારને એક એક લાખની સહાય કરવાની જાહેરાત કરી છે.

તેમજ આ ઘટનામાં તાત્કાલિક બચાવકાર્ય મદદ કરનાર તમામ સ્થાનિક લોકો, સેવાભાવિ સંસ્થાઓ, તંત્રનો પણ મોરબી રાજવી પરિવાર આભાર વ્યકત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.