Abtak Media Google News

UC Browser ને ગૂગલ પ્લે સ્ટોર પરથી રીતે હટાવી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ એપ ભારતમાં ડાઉનલોડ થવાવાળી છઠ્ઠા નંબરની એપ છે પરંતુ હવે પ્લે સ્ટોરમાં સર્ચ કરવા પર આ એપ દેખાતી નથી. ભારતમાં આ બ્રાઉઝર વધારે ફેમસ છે અને દુનિયાભરમાં તેના 420 મિલિયન યૂઝર્સ છે. આ યુઝર્સમાં 100 મિલિયન યૂઝર્સ ફક્ત ભારતમાં જ છે. 10 કરોડ ભારતીય યુઝર વાળું UC Browser ને જો ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવ્યું છે તો તેની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર કારણ મળી શક્યું નથી.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ UC Browser પર ડેટા કલેક્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે, ગૂગલ પ્લે સ્ટોર પર UC Browser Mini અને New UC Browser  અવેલેબેલ છે. UC Browser છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સ્માર્ટફોન્સ યુઝર્સમાં તેજીથી પોતાની પકડ બનાવી છે. પ્લે સ્ટોર પરથી UC Browser ગાયબ થવાની જાણ સૌથી પહેલા એક રેડિટ યૂઝરે આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.