Abtak Media Google News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક નવો નિયમ લાગૂ કરવા જઇ રહી છે. જે મેચ બાદ યોજાતી પ્રેઝન્ટેશન સેરેમની પર અસર નાંખશે. નવા નિયમની વાત કરીએ તો મેચ બાદ યોજાતી પ્રેજેન્ટેશન સેરેમનીમાં સ્ટેટ એસોસિએશનના માત્ર એક જ પ્રતિનિધિને સ્ટેજ પર ઉભા રહેવાની અનુમતિ મળશે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા નિયમ અલગ હતો જેમાં આંતરરાષ્ટ્રીય મેચની યજમાની દરમિયાન સ્ટેટ એસોસિએશનના તમામ સભ્યોને આમંત્રણ મળતું હતું જેમાં હવે બદલાવ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઇ દ્વારા આ નિયમમાં બદલાવનું મુખ્ય કારણ એ છે કે ઘણા સ્પોન્સરશિપની ડિલ્સને સ્પોન્સર કરતા લોકો પણ સ્ટેજ પર જોવા ઇચ્છતા હોય છે. મહત્વનું છે કે આ સ્પોન્સરશીપને લઇને એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે.

જોકે આ નિયમને વિસ્તૃત રીતે જાણીએ તો આ નવા નિયમ અનુસાર જો કોઇ રાજ્યના મંત્રી કે નેતા તથા વહીવટીય તંત્રની કોઇ વ્યક્તિ આ સેરેમનીનો ભાગ બનવા માંગે છે તો તે તેણે સ્ટેટ એસોસિએશનના સભ્ય બનવું પડશે.

આ ઉપરાંત તેમાં બીસીસીઆઇ અધિકારીઓને અલગથી જગ્યા આપવામાં આવશે. બીસીસીઆઇએ આ અંગે પહેલાથી દરેક એસોસિએશનમાં બદલાવ લાવવા માટે સૂચના આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.