બે પુત્રોના ઝઘડામાં માતાએ જીવ ગુમાવ્યો, શરીરે લાકડી ઝીંકતા સારવાર દરમિયાન મોત

ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી 

ઘર હોય ત્યાં વાસણ ખખડે કોઈ એવું ઘર નહીં હોય જ્યાં ઝઘડા થતાં ન હોય. પિતા-પુત્રો વચ્ચે, ભાઈ-બહેન વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા થતાં હોય છે. અરવલ્લીમાં પણ આવી ઝઘડાની ઘટના થઈ હતી જેમાં માતા વચ્ચે પડતાં માતાનું મોત નીપજયું છે. આ ઘટના અરવલ્લીના મેઘરજના ભેમાપુરની છે જ્યાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો.

આ ઝઘડામાં બંને પુત્રોને છૂટા પડાવવા માટે ઝઘડામાં વચ્ચે પડી હતી. આ ઝઘડા દરમિયાન માતાના શરીરે લાકડી ઝીંકી દીધી હતી. માતાના શરીરે લાકડી ઝીકતા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલી માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવારબાદ મહિલાને ઘરે લાવવામાં આવી અને ઘરે લાવ્યા બાદ તેનું મૃત્યુ નીપજયું હતું.

આ મહિલાને પી એમ અર્થે મેઘરજ મુકામે લાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાબતે મહિલાના ભાઈ એટલે કે બાળકોના મામાએ ભાણેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ મેઘરજ પોલીસે સમગ્ર ઘટના વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.