Abtak Media Google News

તો મૃત્યુ આંક ચાર આંકડાને આંબી ગયો હોત ?!! લાસ વેગાસના શેરીફે ૨૦૦૮માં મુંબઇની મુલાકાત લઇને ટેરર ઓપરેશનનો અભ્યાસ કર્યો હતો

મુંબઇ હુમલા વખતનું ફીડબેક વેગાસ પોલીસને કામે લાગ્યું તો મૃત્યુ આંક ચાર આંકડાને આંબી ગયો હતો. લાસ વેગાસના શેરીફે ૨૦૦૮માં મુંબઇની મુલાકાત લઇને ટેરર ઓપરેશન નો અભ્યાસ કર્યો હતો.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે હજુ ગયા અઠવાડીયે અમેરીકાની જુગાર નગરી લાસ વેગાસમાં કેસિનોમાં ફાયરીંગની ઘટનામાં ૫૮ લોકોના મૃત્યુ નીજપયા હતા. જયારે ૪૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ આંકનો આંકડો બે આંકડે અટકી ગયો કેમ કે, લાસ વેગાસના પોલીસના કમાન્ડોએ સમયસર હુમલાખોરનું લોકેશન મેળવી લીધું હતું. જો કે પોલીસ તેને પકડે અગર મારી નાખે તે પૂર્વે તેણે પોતે જ આત્મહત્યા કરી લીધી હતી.

લાસ વેગાસના શરીફ લીકબો કલાલાએ જણાવ્યું હતું કે મું મુંબઇ હુમલો ૨૬/૧૧ માં ટેરર ઓપરેશનનો અભ્યાસ કર્યો હતો. હું મુંબઇ ગયો ત્યારે હુમલા વખતે કમાન્ડોએ કરેલી કાર્યવાહીની રજે રજની માહિતી મેળવી હતી. આ સિવાય મેં લાસ વેગાસ પોલીસના કમાન્ડોને મુંબઇ પોલીસ અને કમાન્ડોની કામગીરી વિશે ફીડ બેક આપ્યું હતું. વેગાસ પોલીસને ફીડ બેક સમયસર કામ લાગ્યું જેથી હત્યારાનું લોકેશન તુર્ત જ મેળવી લેવાયું હતું.

અમેરિકામાં ગન કલ્ચરને લઇને અવાર નવાર ફાયરીંગની ઘટના બને છે. લાસ વેગાસ હુમલા પાછળ કોઇ આતંકી ગતિવિધી બહાર આવી ન હતી પરંતુ ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ જવાબદારી સ્વીકારી હતી. મુંબઇ હુમલોએ ભારતમાં ૨૬/૧૧ ટેરર એટેક તરીકે ઓળખાય છે. જે પૈકી એક આતંકી અજમલ કસાબને બાદ કરતાં તમામ આતંકીઓ માર્યા ગયા હતા.

ત્યારે જે રીતે આતંકીઓનું લોકેશન સમયસર શોધીને તેમને જેર કરવામાં આવ્યા હતા. તે કામગીરીની દુનિયાભરના સુરક્ષા દળોએ મુકત મને પ્રસંશા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.