Abtak Media Google News

ઈસ્લામિક કાયદાના આધારે સમસ્યા ઉકેલવા માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો મહત્વનો નિર્ણય

ધ ઓલ ઈન્ડીયા પર્સનલ લો બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ દેશભરનાં તમામ જિલ્લામાં દારૂલ કઝા એટલે કે શરિયા અદાલતો ખોલવા નકકી કરાયું છે. શરિયા અદાલતનો મુખ્ય ઉદેશ્ય પ્રવર્તમાન સમસ્યાઓનો ઈસ્લામિક કાયદાઓનાં આધારે ઉકેલવાનો હોવાનું પર્સનલ લો બોર્ડ દ્વારા જણાવાયું છે.

Advertisement

મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સૂત્રોનાં જણાવ્યા મુજબ આગામી તા.૧૫ જુલાઈના રોજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અગત્યની બેઠક યોજાનાર છે. જેમાં વિધિવત રીતે દરખાસ્ત લાવી દેશનાં તમામ જિલ્લામાં શરીયોર્ટ સ્થાપવા માટેનો વિધિવત નિર્ણય જાહેર કરવામાં આવશે હાલમાં ઉતર પ્રદેશમાં આવી ૪૦ અદાલતો આવેલી છે. દારૂલ કઝાનો મુખ્ય ઉદેશ્ય અન્ય અદાલતોમાં જવાને બદલે સમસ્યાઓનું શરીયતનો કાયદા પ્રમાણે સમાધાન કરવાનો હોવાનું જણાવાયું છે.

શરીયત અદાલત ચલાવવા માટે ૫૦, હજાર રૂપીયાનો ખર્ચ આવે છે. અને આ ખર્ચને પહોચી વળવા માટેના નિતિ નિયમો પણ ૧૫મી જુલાઈના રોજ મળનારી મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠકમાં લેવામાં આવશે ઉપરાંત શરિયા કાયદા વિશે સામાન્ય જનતાથી લઈ વકીલો અને જજોમાં પણ જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવનાર હોવાનું મુસ્લીમ પર્સનલ લો બોર્ડનાં સુત્રોએ જણાવ્યું હતુ.

વધુમાં શરિયા અદાલત શ‚ કરવાની સાથે સાથે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા તફહીમ-એ-શરિયત કમીટીની પણ રચતા કરવામાં આવશે. જે ઈસ્લામીક કાયદા અંગેની જાણકારી આપશે.આ ઉપરાંત કમીટી દ્વારા શરિયત કાનૂન અંગે લોકોમાં સમજ કેળવવા સેમિનાર, વર્કશોપનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. દરમિયાન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જીદ અને રામમંદિર નિર્માણમાં સુપ્રિમ કોર્ટમાંથી જલ્દીથી ફેસલો આવે તેવો આશાવાદ વ્યકત કરી સુપ્રિમ કોર્ટનો ચૂકાદો મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા માન્ય રાખવામાં આવશે તેવો મત પણ વ્યકત કરવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.