Abtak Media Google News

કાળા નાણા અને હવાલા વ્યવહારોને સકંજામાં લેવા આરબીઆઈ તૈયાર કરશે ડેટાબેઈઝ

અગાઉ નોટબંધીના માધ્યમી રોકડ વ્યવહારો ખોરવી નાખ્યા બાદ લોકોને કેસલેસ વ્યવહારો તરફ આગળ વધારવાના અભરખામાં કેન્દ્ર સરકાર અણધડ પગલા લઈ રહી છે. હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોન કેસ ટ્રાન્જેકશનને ટ્રેક કરી કાળા નાણા અને હવાલાકાંડના દૂષણને નાવાનો પ્લાન ઘડી કાઢયો છે.

તાજેતરમાં આરબીઆઈ, વીત મંત્રાલય તેમજ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ સહિતના અધિકારીઓની એક બેઠકમાં બેનામી કંપનીઓ અને હવાલાકાંડ ઉપર સકંજો કસવા માટે નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં નોન કેસ ટ્રાન્જેકશનનો રેકોર્ડ રાખવા માટે પ્લેટફોર્મ તૈયાર કરવાની સહમતી સધાઈ હતી. આ ડેટા બેઈઝના માધ્યમી કાળા નાણાના ટ્રાન્જેકશનને અટકાવી શકાશે. અલબત કાળા નાણાના દુષણને રોકવા સરકારનો આ પ્રયાસ કારગત નિવડે તે અંગે ઘણા લોકો શંકા વ્યકત કરી રહ્યાં છે.

ધારો કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને રૂ.૫ કરોડના ચેકી પેમેન્ટ કરી શકે છે. આ કેસમાં એવું પણ બને કે, રૂ.૫ કરોડનો ચેક આપનાર વ્યક્તિએ કોઈ ત્રીજા વ્યક્તિ પાસેથી રૂ.૨૦ કરોડ લીધા હોય. આવા કિસ્સામાં આખા વ્યવહારની જાણ સરકારના ડેટા બેઈઝને ઈ શકે નહીં. માત્ર રૂ.૫ કરોડનો વ્યવહાર જ ટ્રેક ઈ શકે.

હાલ તો આરબીઆઈ અને ઈન્કમટેકસના અધિકારીઓનું મુખ્ય ફોકસ કોર્પોરેટ ડેટા ઉપર રહેશે. ટૂંક સમયમાં ડેટા બેઈઝને કાર્યરત કરી બોગસ કંપનીઓ પર તવાઈ લવાશે. અહીં ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રીંગ એટલે કે હવાલા માટે સૌથી વધુ ઉપયોગ બોગસ કંપનીઓનો થાય છે.

બોગસ કંપનીઓના માધ્યમી દેશમાં કાળા નાણાની અવર-જવર તી હોય છે. અહીં એ પણ નોંધનીય છે કે, હાલની વ્યવસ મુજબ ફાયનાન્સીયલ ઈન્ટેલીઝન્સ યુનિટ રૂ.૧૦ હજારી વધુના તમામ શંકાસ્પદ ટ્રાન્જેકશનને પકડી શકે છે. પરંતુ આ ડેટા બેઈઝ હજુ અપુરતો છે.

સરકારે નોટબંધીના માધ્યમી દેશમાં કાળા નાણા અને કૌભાંડ ઉપર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હોવાનું અત્યારે લાગી રહ્યું છે. કુલ કેટલુ કાળુ નાણુ પકડાયું તેનો હિસાબ લાંબા સમય બાદ પણ સરકાર પાસે નથી.

સરકાર કૌભાંડીઓ સામે વચન મુજબ પગલા લેવામાં નિષ્ફળ રહી હોય તેવું ફલીત થઈ રહ્યું છે. નોટબંધીમાં કૌભાંડીઓની જગ્યાએ સામાન્ય માણસો જ પરેશાન યા છે.

હવે સરકાર નોન કેસ ટ્રાન્જેકશનને ટ્રેક કરવા ઉંધામો ઈ છે. સરકારના અગાઉના નિર્ણયો જોતા આ નિર્ણય પણ કાગનો વાઘ સાબીત થાય તેવી દહેશત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.