Abtak Media Google News

હોરર ન્યુઝ

વિવેકની આંખ ખુલી, 13 વર્ષનો વિવેક તેના પલંગ પર બેઠો હતો, તેના કપાળ પર થોડો પરસેવો આવી રહ્યો હતો. વિવેકને ઊંઘમાં ખૂબ જ ખરાબ સપનું આવ્યું.તેણે જોયું કે સ્મશાનગૃહમાં ઉંધી આંખોવાળા ચાર ભૂતો તેની આજુબાજુ નાચતા હતા અને પછી તેની ઊંઘ ઊડી ગઈ.વિવેક રાજસ્થાનના જયપુરમાં તેના માતા-પિતા સાથે રહેતો હતો, તેના પિતા સમીરસિંહ એક ફાર્માસ્યુટિકલ કંપનીના આર એન્ડ ડી વિભાગમાં ઓફિસર હતા. વિવેકની માતા વિશાખા જયપુરની એક ખાનગી શાળામાં શિક્ષિકા હતી. વિવેક તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. ત્યાં બીમારી હતી; તેને ખૂબ જ ખરાબ અને ભયાનક સપનાઓ આવતા હતા,ખાસ કરીને ભૂતોના,તેના માતા-પિતાએ 2-3 કાઉન્સેલર બદલ્યા હતા પરંતુ તે સપના આવવાના બંધ જ નહતા થતા.

વિવેકની સ્કૂલમાં ક્રિસમસનું 6 દિવસનું વેકેશન હતું, વિવેકના પિતા સમીર સિંહે 3 દિવસ માટે શહેરની બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.સમીર સિંહના મિત્રનું જયપુરથી 30 કિલોમીટર દૂર ફાર્મ હાઉસ હતું, ત્યાં ૩ દિવસ સુધી રોકાઈને પ્રકૃતિનો આનંદ માનવાનો પ્લાન બનાવ્યો હતો. 23મીએ સાંજે ત્રણેય જણ પોતપોતાની કારમાં બેસીને માત્ર એક કલાકમાં ત્યાં પહોંચી ગયા.ત્યાંની જગ્યા ખૂબ જ સરસ હતી, 10 એકર જમીનમાં પથરાયેલું ખેતર હતું અને વચ્ચે એક મોટું બે માળનું ઘર હતું.ઘરમાં ચાર મોટા ઓરડાઓ, એક રસોડું હતા. અને આ ફાર્મ હાઉસની દેખભાળ માટે બે પતિ-પત્ની પ્રમિલા અને મુકેશને કેરટેકર તરીકે રાખ્યા હતા, બંનેની ઉંમર 60-63 વર્ષની હતી. બંને ખૂબ સારા સ્વભાવના હતા, અરે તેઓ તો વિવેકને ‘વિવેક બાબુ’ કહેવા લાગ્યા હતા.વિવેક સહિત ત્રણેય જમ્યા અને પછી વાતો કરી અને ત્યારપછી સુઈ ગયા.બીજા દિવસે તેઓ ખેતરમાં ફરતા હતા.એકવાર વિવેક ઘરની આસપાસ ફરતો હતો ત્યારે તેની સાથે કંઈક અજુગતું થયું,તેણે જોયું કે રૂમ સાફ કરતી વખતે મુકેશ જમીન પર પડ્યો હતો.તેને કમરમાં દુ:ખાવો થઈ રહ્યો હતો.રમીલા ઉઠવાનો પ્રયત્ન કરી રહી હતી અને પછી વિવેકે કહ્યું” શું હું તમને કંઈક મદદ કરી શકું?” ત્યારે રમીલા ગુસ્સામાં બોલી  ઉઠી ”તને કોઈએ પૂછ્યું?!”

વિવેક ચોંકી ગયો, જેઓ તેને વિવેક બાબુ કહીને બોલાવતા હતા તેઓ અચાનક તેને આમ કેમ બોલાવવા લાગ્યા?! મુકેશ પણ તેની સામે તાકી રહ્યો હતો, વિવેક ત્યાંથી જતો રહ્યો. અને બપોરે ફાર્મહાઉસથી થોડે દૂર આવેલો કિલ્લો જોવા ગયા. પાછા આવ્યા પછી, તેઓએ રાત્રિભોજન કર્યું અને ત્રણેય સૂઈ ગયા, મધ્યરાત્રિએ વિવેક પાણી પીવા માટે જાગ્યો, પછી તેણે ઉપરના ઓરડામાંથી કંઈક પડવાનો અવાજ સાંભળ્યો, જ્યારે તે ઉપર ગયો, ત્યારે તે રૂમનો દરવાજો ખુલ્લો હતો, તેણે અંદર જઈને જોયું તો મુકેશ અને પ્રમિલા આગની સામે બેસીને કંઈક બોલી રહ્યા હતા.દરવાજો ખોલતા જ બંને વિવેક સામે જોવા લાગ્યા.તેણે ખૂબજ વિચિત્ર વેશ કર્યો હતો,તેના માથા પર મોરના પીંછા જેવા પીંછા હતા, તેના મોં પર ચાર કાળા તિલક લગાડવામાં આવ્યા હતા,તેની આંખો લોહીના ખાડા જેવી હતી તે લાલ હતી,આ બધું જોઈને વિવેક ડરી ગયો અને દરવાજો ખુલ્લો છોડીને ભાગી ગયો.

ત્રીજો દિવસ છેલ્લો દિવસ હતો, ચોથા દિવસે તેઓ સવારે નીકળવાના હતા.ત્રીજા દિવસ સુધી વિવેક તેના માતા-પિતા સાથે પડછાયાની જેમ રહ્યો હતો.તેને ખબર પડી ગઈ હતી કે આ મુકેશ અને રમીલામાં કંઈક ગડબડ છે, તે દિવસે રાત્રે સૂતો હતો ત્યારે રાત્રે તેને ફરી એક સપનું આવ્યું, તેણે દેખાયું કે બે વિચિત્ર દેખાતા લોકો જેમની આંખો ન હતી પરંતુ તેમની આંખોમાંથી સફેદ પ્રકાશ નીકળી રહ્યો હતો, તે બંને પડછાયાઓ તેને ડુંગળીથી વઘારેલું દુધી-રીંગણનું શાક ખવડાવી રહ્યા હતા ત્યારે તેને ખૂબ જ વિચિત્ર લાગ્યું અને તે ઉઠ્યો, દર વખતની જેમ પરસેવો વળી ગયો હતો અને કોઈને જગાડ્યા વગર પાણી પીધું અને પછી તે પાછો સૂઈ ગયો.

ચોથા દિવસે સવારે સમીર અને વિશાખાએ પેકિંગ પૂરું કરી લીધું હતું, તેઓ કારમાં સામાન રાખી રહ્યા હતા, મુકેશ અને રમીલા પણ મદદ કરતા હતા, બંને જણ વિવેકને તેના માતા-પિતાની સામે વિવેક બાબુ કહીને પ્રેમ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ તે જાણતો હતો કે તેઓ બંને નાટક કરી રહ્યા છે, વિશાખા કંઈક ભૂલી ગઈ હતી એટલે તે ઘરમાં ગઈ અને સમીરને કારમાં કંઈક સાફ કરવાનું હતું એટલે તે કપડા ભીના કરવા ઘરના પાછળના ભાગે આવેલા નળ પાસે ગયો.હવે વિવેક અને તે બંને પતિ-પત્ની હતા,ફરી એકવાર મુકેશ અને પ્રમિલાએ વિવેક સામે તાકીને તાકીને જોવા લાગ્યા અને મુકેશે કહ્યું “વિવેક બાબુ! તમને રીંગણ-દુધીનું શાક કેવું લાગ્યું? સ્વાદ તો હતો ને? રમીલા બોલી “ડુંગળીનો વઘાર તો બરાબર થયેલોને?!”

આ કહેતાં બંનેના ચહેરા પર એક ગૂઢ અને વિચિત્ર હાસ્ય આવી ગયું, આ સાંભળીને વિવેકના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેના હૃદયના ધબકારા વધી ગયા, એટલામાં સમીર અને વિશાખા બંને આવી ગયા, ત્રણેય કારમાં બેઠા અને જયપુર તરફ ચાલ્યા ગયા.તેઓ ચાલ્યા ગયા,જતી વખતે વિવેક એ બંને તરફ જોઈ રહ્યો હતો,બંને હજુ પણ ત્યાં જ ઉભા હતા વિવેકને રહસ્યમય નજરે જોઈ રહ્યા હતા. વિવેક હજુ પણ વિચારી રહ્યો હતો કે તે બંનેને આ સપના વિશે કેવી રીતે ખબર પડી, જ્યારે તેણે આ વાત તેના માતા-પિતાને પણ કહી ન હતી!!

વિવેકને ખુલી આંખે સપનાનું દ્રશ્ય દેખાવા લાગેલું ,તે નક્કી નહતો કરી શકતો કે બાળપણથી શરુ થયેલી આ સમસ્યા તેના માટે સમસ્યા હતી કે પછી બીજું કાંઈ?

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.