Abtak Media Google News
  • ચોરી કરવાના ઇરાદે ઘુસેલા રાજસ્થાની શખ્સને ટપારતા ડીસમીસના ઘા ઝીંકી ઢીમઢાળી દીધાની કબુલાત
  • ઉદયપુરના ભોરાઈ ગામેથી ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યારાને ઝડપી ગણતરીના દિવસોમાં જ ઉકેલ્યો ભેદ

શહેરના અમીન માર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટીમાં અગ્રણી ઉદ્યોગપતિના બંગ્લામાં ચોકીદારની અજાણ્યા શખ્સે પાંચ દિવસ પૂર્વે હત્યા થયાનું પોલીસમાં નોંધાતા રહસ્યમય રીતે થયેલી હત્યાનો ભેદ કરેલી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની જુદી જુદી ટીમ કામે લાગી હતી. હત્યાના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાની શખ્સને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ચોરીના ઇરાદે બંગ્લામાં ઘુસ્યા બાદ ચોકીદારે ટપારતા તેને ડીસમીસના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે.

સીસીટીવી ફુટેજ અને બાતમીદારોને કામે લગાડયા છે. મૃતક અને હત્યારા એક બીજાના પરિચીત હોવાની શંકા સાથે પોલીસે શરૂ કરેલી વિવિધ દિશામાં તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી.બસીયા, પી.આઇ. જે.વી.ધોળા અને વાય.બી.જાડેજા સહિતના સ્ટાફે હત્યાના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના ઉદયપુર નજીક ભોરાઇ ગામના અનિલ કરમા મીણા નામના શખ્સને ઝડપી લીધો છે.

રૈયા સર્કલ પાસે યોગીનગર મેઇન રોડ પર અક્ષર પાર્કમાં રહેતા અને અમીન માર્ગ પર આવેલી વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ પ્રવિણભાઇ વિઠ્ઠલભાઇ પટેલના ઇશાવાસ્યમ નામના બંગ્લામાં છેલ્લા ચાર વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા વિષ્ણુભાઇ ચકુભાઇ ઘુચલા નામના 68 વર્ષના નેપાળી વૃધ્ધની અજાણ્યા શખ્સે ડીસમીસના ઘા મારી હત્યા કર્યાની મૃતકના પુત્ર રૂપેશ ઘુચલાએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઇશાવાસ્યમ બંગલો પાટીદાર અગ્રણી નરેશભાઇ પટેલના વેવાઇ પ્રવિણભાઇ પટેલનો હોવાનું અને તેઓ પરિવાર સાથે વડોદરા હોવાનું બહાર આવ્યું છે. મુંબઇ-દિલ્હી હાઇ-વે ઝડપથી બનાવી વર્લ્ડ રેકર્ડ કરનાર પટેલ ઇન્ફ્રાટ્રકચરના નામથી જાણીતી પેઢીના સંચાલક પ્રવિણભાઇ પટેલ છે.

પ્રવિણભાઇ પટેલને ત્યાં છેલ્લા 37 વર્ષથી નોકરી કરતા અને ચાર વર્ષથી બંગ્લાની દેખભાળ સંભાળતા વિષ્ણુંભાઇ કુચલા અંગત વિશ્ર્વાસુ છે. ગતરાતે દસેક વાગે પ્રવિણભાઇ પટેલના બંગ્લાની દિવાલ કુદીને આશરે 20 થી 25 વર્ષનો અજાણ્યા શખ્સને આવતા પ્રવિણભાઇ પટેલના પાડોશી રવિભાઇ જોઇ જતા તેઓએ અજાણ્યા શખ્સને ટપારતા તેને વિષ્ણુંભાઇ નેપાળીનું કામ હોવાનું કહી પંદર મિનિટમાં પરત ભાગી ગયો હતો. આ દરમિયાન રવિભાઇએ વડોદરા રહેતા પ્રવિણભાઇ પટેલને આ અંગેની જાણ કરતા તેઓએ રાજકોટ સ્થિત ઓફિસના સ્ટાફને તેમજ વિષ્ણુંભાઇ નેપાળીના પુત્ર રૂપેશને જાણ કરતા તેઓ ઇશાવાસ્યમ બંગ્લે દોડી ગયા હતા ત્યારે વિષ્ણુંભાઇ નેપાળીની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ જોતા પોલીસને જાણ કરી હતી.

પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા આશરે 20 થી 25 વર્ષના શખ્સને બંગ્લામાં આવતો જોવા મળ્યો હતો તેમજ ઘટના સ્થળેથી લોહીવાળી ડીસમીસ મળી આવતા બંગ્લાની પાછળની દિવાલ કુદીને આવેલા અજાણ્યા શખ્સે હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. બહાર આવતા હત્યારો મૃતકનો પરિચિત હોવાની શંકા સાથે શરૂ કરેલી તપાસમાં એકાદ વર્ષ પહેલાં મૃતક વિષ્ણુભાઇ નેપાળીના પરિચયમાં આવેલા રાજસ્થાનના ઉદેપુરના ભારાઈ ગામના અનિલ કરમા મીણાની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તે ચોરી કરવા માટે ગયો ત્યારે તેને વિષ્ણુભાઇ નેપાળીએ ટપારતા તેને ડીસમીસના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.