Abtak Media Google News

ટયુશનેથી આવેલી બાળકીને પ્રથમ માળે લઈ જઈ જાતીય હુમલો કરી કૃત્ય આચર્યું

પોરબંદરમાં ચાર વર્ષ પહેલા એપાર્ટમેન્ટના ચોકીદારે સાત વર્ષની બાળકી પર જાતીય હુમલો કરી ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ કરી હતી, જે કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપીને વીસ વર્ષની સજા ફટકારાઈ છે. પોરબંદર શહેર બહારના વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં પગી તરીકે નોકરી કરતા ભરત રામળ બાપોદરા નામના શખ્સે ગત તારીખ 16 માર્ચ ર018 ના રોજ એક સાત વર્ષની બાળકી ટ્યુશન ક્લાસમાંથી અભ્યાસ કરી પરત ફરી હતી, ત્યારે તેને એપાર્ટમેન્ટના પ્રથમ માળે લઈ જઈ  જાતીય હુમલો કરી ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. જે અંગે બાળકીના પિતાએ  કમલાબાગ પોલીસ  સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં પ્રોસીકયુશન તરફે પિબ્લક પ્રોસીક્યુટર સુધિરિસહ જેઠવા દ્વારા  ર1  મૌખિક તથા ર7 દસ્તાવેળ પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે બન્નો પક્ષોની દલીલો સાંભળી જજ એમ.કે. ભટ્ટ દ્વારા આરોપી ભરત રામળ બાપોદરાને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારવામાં આવ્યો છે. તો હવસખોર શખ્સને કડક સજા ફટકારવામાં આવતા ભોગ બનનાર બાળકીના પરિવારજનોને ચાર વર્ષ બાદ ન્યાય મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.