Abtak Media Google News

સરકારી ક્ષેત્રના સુધારાના નામ પર કેન્દ્ર બેંકોના ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે: સિઘ્ધાર્થ ખાન

બેંક સાથે જોડાયેલા કોઈપણ કાર્ય હોય તો તેને જલ્દીથી પતાવી દો કારણકે આગામી અઠવાડિયામાં બેંક કર્મચારી હડતાલ પર જશે. જોકે આ હડતાલ એક દિવસની હશે. દેશમાં બેંક કર્મચારીઓના સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેકિંગ યુનિયન્સએ ૨૨મી ઓગસ્ટને મંગળવારના રોજ દેશવ્યાપી હડતાલનો નિર્ણય જાહેર કર્યો છે.

Advertisement

કેન્દ્ર સરકાર તરફથી બેકીંગ સેકટરમાં સુધારો લાવવા માટે જે પ્રસ્તાવ છે તેનો વિરોધ કરવા માટે આ હડતાલ કરવામાં આવી રહી છે. પશ્ર્ચિમ બંગાળના પ્રભારી સિઘ્ધાર્થ ખાને જણાવ્યું હતું કે, સરકાર બેન્કીંગ સેકટરના સુધારાના નામ પર બેંકોના ખાનગીકરણને પ્રોત્સાહિત કરી રહી છે. જેનો અમો વિરોધ કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારના બેંક બોર્ડ બ્યુરોની રચના કરવામાં આવી છે. જેની બેકીંગ ઈનવેસ્ટમેન્ટ કંપનીના દાયરામાં સાર્વજનિક ક્ષેત્રની તમામ બેંકો આવી જશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી બેંકોમાં સરકારની ભાગીદારી ૫૦ ટકા ઘટવા જઈ રહી છે.

યુએફબીયુએ બેંકોના ડુબતા દેવા (એન.પી.એ.)વિશે પણ ચિંતા વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, સરકારી બેંકોના ૬.૮૩ કરોડ ‚પિયા એન.પી.એ. જાહેર થયા છે. જે બેકીંગ વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે કારણકે તેનાથી બેંકોના સ્વાસ્થ્ય સતત કથળી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડુબતા લોનને રીકવર કરવા માટે બેંકો તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.