ડેસ્ટીનેશનમાં બનેલા અકસ્માતોની નોંધણી પણ ગુગલ મેપ પર કરી શકાશે
ટેક જાયન્ટ કંપની ગુગલની પેટા કંપની ગુગલ મેપે ટૂંક સમયમાં જ બહોળી લોકચાહના મેળવી છે ત્યારે આજે મહત્તમ લોકો ડેસ્ટીનેશન પર જવા માટે ગુગલ મેપનો સહારો લે છે અને ટ્રાવેલ લવરો માટે તો આ એપ્લીકેશન જીવાદોરી સમાન છે. ત્યારે ગુગલ મેપને વધુ સક્ષમ બનાવવા માટે ગુગલે નવા ફીચર્સ જાહેર કર્યા છે. જેથી તમારા રૂટમાં આવતા તમામ વાહનોની સ્પીડ નોંધણી, રોડ અકસ્માતો થયા હોય તો તેની માહિતી તેમજ ઓવર સ્પીડની નોંધણી ગુગલ મેપ પરની માહિતી ઉપરથી કરી શકાશે.
હાલ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલીયા, રશીયા, બ્રાઝીલ, મેક્સિકો અને કેનેડામાં આ પ્રકારના સ્પીડ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ વર્ષથી ભારતમાં પણ આ પ્રકારના કેમેરા આવે તેવી પ્રબળ શકયતાઓ છે. નિર્ધારીત રોડ અને હાઈવે ઉપર એક જ રૂટ પર આવતા તમામ વાહનોની સ્પીડ નોંધણીનું કામ ગુગલ મેપના સ્પીડ કેમેરા કરશે. આ સ્પીડ કેમેરાથી તમે ટ્રાફિકના દંડથી બચી શકો છો.
કેમેરાના ઝોનમાં વાહન પ્રવેશ્તાની સાથે જ વાહનની ગતિ અંગેની માહિતી આપવામાં આવશે. માટે ઓવર સ્પીડને કારણે ટ્રાફિકના દંડનો સામનો કરવો પડશે નહીં. સ્પીડ કેમેરા વાહનની ગતિ નિર્ધારણ સાથે રોડ અકસ્માત નિવારવા પણ નિર્ધારીત બનશે. વર્તમાન સમયમાં સ્પીડ કેમેરા ફંકશન માત્ર એન્ડ્રોઈડ મોબાઈલ માટે ઉપલબ્ધ છે પરંતુ ટૂંક સમયમાં જ તે આઈઓએસ ડીવાઈસ માટે પણ ઉપયોગી બનશે.
ગુગલ મેપના ઉપભોગતાઓ તેના રૂટમાં બનેલા અકસ્માતો અંગે રિપોર્ટ પણ નોંધાવી શકશે. જેથી રૂટના ટ્રાફિક અંગે પણ અન્ય લોકોને માહિતી મળી રહે. વૈશ્ર્વિક ધોરણે ટ્રાફિક સમસ્યા, અકસ્માત અને સમય બચાવવા માટે ગુગલ મેપના કેમેરા ખૂબજ ઉપયોગી બનશે.