Abtak Media Google News

વિપક્ષના આરોપોનો પાયાવિહોણા સાબિત કરી સરકારના કાર્યો લોકો સુધી પહોંચાડવા સ્વયંસેવકોની તાલીમ શરૂ કરાઇ

ઉત્તરપ્રદેશમાં ભાજપે સોશિયલ મીડિયા પર પકડ મજબૂત કરવા ડિજિટલ ટૂલ્સ પર ઓછામાં ઓછા ૧૦,૦૦૦ ગ્રાઉન્ડ વર્કર્સને તાલીમ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જ્યારે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપા શાસક પક્ષ સામેના તેમના અભિયાનને મજબૂત કરવા વિચારી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન સચિવ બી.એલ. સંતોષે મેરઠ અને કાનપુરમાં એક પાર્ટી વર્કશોપમાં ભાગ લીધો હતો. તેમણે સ્વયંસેવકોને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓને ખુલ્લા પાડવા અને સરકાર વિશે હકારાત્મકતા ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી છે.

પાર્ટીએ મેરઠ, કાનપુર, બુંદેલખંડ, સીતાપુર અને પ્રયાગરાજ સહિત રાજ્યના ૧૮ માંથી ૫ કમિશનરેટમાં તેના કાર્યકરો માટે સોશિયલ મીડિયા અને આઇટી વર્કશોપ યોજ્યા છે અને અન્ય સ્થળોએ પણ આવા જ કાર્યક્રમો યોજવા તૈયાર છે.  આ કાર્યક્રમોમાં પાર્ટી કાર્યકર્તાઓને વિપક્ષના આરોપોનો સામનો કરવા અને સરકારની સ્થિતિને ઝડપી અને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા તાલીમ આપી રહી છે.

પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ દરેક મંડળ કે જેમાં ૪૦ જેટલા બૂથ છે, જેમાં પ્રત્યેક ૧૦૦૦ મતદારો હોઈ શકે છે, તેમાં હવે ભાજપના પાંચ સામાજિક કાર્યકરોની ટીમ પાર્ટીના સોશિયલ મીડિયા અભિયાન માટે કાર્યરત હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.