Abtak Media Google News

કોંગ્રેસ-ભાજપ વચ્ચે ચૂંટણીજંગ જીતવા કાંટાની ટક્કર જેવી સ્થિતિ: કોંગ્રેસે તૈયારીઓ શરૂકરી ભાજપે બનાવ્યો ત્રિવિધ કાર્યક્રમ

દેશના રાજકારણમાં આગામી ૨૦૨૪ની સંસદની ચૂંટણી પૂર્વે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને ભારે ઉત્કંઠા જાગી છે આ પાંચ રાજ્યો દિલ્હી સર કરવા માટે ખૂબ જ મહત્વના બની રહેવાના છે ત્યારે કોંગ્રેસે ઓક્ટોબર મહિનામાં જ પાસે રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ભાજપે એક ડગલું આગળ વધીને ત્રણ મહત્વાકાંક્ષી આયોજન સાથે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સર કરવા માટે એક વિશેષ રણનીતિ અપનાવી છે

ભાજપે અખત્યાર કરેલા ત્રવિધ આયોજનોમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી ૭મી નવેમ્બર ની મીટિંગમાં બુથસમિતી ની રચના અને પંના પ્રમુખ નિમણૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ગરમી ને આવતી દિવ્યા પરની મન કી બાત આવનારા છ મહિના સુધી તમામ પાંચ રાજ્યોમાં તેનો પ્રચાર કરવામાં આવશે, અને લોકોને તેનાથી માહિતગાર કરવામાં આવશે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન પાંચ રાજ્યોમા ઉત્તર પ્રદેશની 403 બેઠક પંજાબી ૧૧૭ બેઠક ઉપરાંત અનેક ૭૦બેઠક મણિપુરની ૬૦ બેઠક અને ગોવાની ૬૦ બેઠક પર ની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દર મહિને રેડિયો પર આવતી મન કી બાત થી લોકોને દેશ ની વિકાસગાથા આ અંગે માહિતગાર કરવામાં આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ જણાવ્યું હતું કે ભાજપના આ ત્રણેય અભિયાનો અને તેજ પ્રમુખના ગુજરાત મોડલ ને સમગ્ર દેશમાં લઈ જવાશે અમિત શાહે ૨૦૧૪માં પક્ષપ્રમુખ ની જવાબદારી સંભાળતાની સાથે જ આસામ પુરા અને ઉત્તર પૂર્વના દેશોમાં પેજ પરમુખ સહિતની ગુજરાત મોડલની રીતે સફળતા મેળવી હતી.

ભારતમાં કુલ દશ ૧૦..૪૦લાખ મતદાનમથકો છેભાજપ દ્વારા આ પાંચેય રાજ્યોમાં પેજ પ્રમુખ બુથકમિટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મન કી બાત ને પ્રચારનું માધ્યમ બનાવશે પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની મન કી બાતમાં વડાપ્રધાન ક્યારે રાજકારણની વાત કરતા નથી તે લોકો સાથે દેશના નેતા તરીકે સમાજ કરે છે અને લોકોને તેમનાથી રાષ્ટ્ર વિકાસ ની પ્રેરણા મળે છે

આગામી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા bhuj કમિટીની રચના પેટ પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત લોકો સુધી લઈ જવાનું અભિયાન રૂપી વિવિધ કાર્યક્રમો થકી રાજકારણમાં અને ચૂંટણીમાં એક નવી દિશા અને દશા ઊભી કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.