Abtak Media Google News

ગુજરાત અને રાજકોટને ભાજપે રહેવા લાયક, માણવા લાયક, જીવવા લાયક બનાવ્યુ: નીતિનભાઇ ભારદ્વાજ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર સમગ્ર શહેરમાં હવે અંતિમ તબક્કામાં છે.  મતદારોનો ઝોક ભારતીય જનતા પાર્ટી તરફ એ હવે સ્પષ્ટ છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, શહેરના હોદ્દેદારો અને ઉમેદવારો લોકોની વચ્ચે જઇ રહ્યા છે. રાજકોટના ઠાકોર સાહેબ, ભાજપના વરીષ્ટ અગ્રણી  માંધાતાસિંહ જાડેજાએ પણ આ દિવસો દરમિયાન કેટલીક સભાઓ સંબોધી, કાર્યાલયોના ઉદઘાટન કર્યાં અને સંમેલનોમાં પણ હાજરી આપી છે. ક્ષત્રીય સમાજના તો તેઓ આગેવાન છે પરંતુ રાજકોટના સર્વ સમાજમાં સારું સન્માન ધરાવે છે.

કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ તો આપણા શહેરમાં પણ ભાજપ જ હોય …

Img 20210127 Wa0077

શહેરના સામાકાંઠાના વિસ્તારમાં, વોર્ડ નં. ૫ ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા તથા પટેલ સમાજના અગ્રણી, પુર્વ કોર્પોરેટર, બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ કર્યું હતું.  ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યાબાદ ઉપસ્થિત મેદનીને સંબોધતાં માંધાતાસિંહએ એ કહ્યું કે આ વિસ્તાર સાથે મારો જૂનો સંબંધ છે. પૂજ્ય રણછોડ દાસજી બાપુનો આશ્રમ આ વોર્ડનો હિસ્સો છે. અમારા પરિવાર પર એમના સદા આશિષ વરસ્યાં છે. આજે તો રાજકોટમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલી અને મુખ્યમંત્રી  વિજયભાઈ ‚પાણી એ ત્વરિત અમલી બનાવેલી સૌની યોજનાને લીધે રાજકોટના ડેમો છલોછલ ભરેલા રહે છે. પણ જ્યારે ટેન્કર થી પાણી અપાતું ત્યારે, ખાડા થતા ત્યારે આ વિસ્તાર માટે ખાસ ઓવર હેડ ટેન્ક બનાવાઈ હતી. બુસ્ટર ઝોન નામ આપીને આ વિસ્તારની પાણી વિતરણ વ્યવસ્થા સઘન બનાવાઈ હતી. એમાં ભાજપના એ સમયના કોર્પોરેટર, કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો છે.  આ વિસ્તારમાં સ્વિમિંગ પુલ, ઝોન ઓફીસ, ફાયર બ્રિગેડ છે તો નવી લાયબ્રેરી બની રહી છે. જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. આ એજ ભાજપ છે જેણે જૂનાં અને નવા રાજકોટને જોડતા કેસરે હિન્દ પુલનું નવીનીકરણ કર્યું હતું. વોર્ડ નં. ૫ ના ભાજપના ઉમેદવાર  શ્રીમતી વજીબહેન ગોલતર, શ્રીમતી રસીલાબહેન સાકરિયા,  દિલીપભાઇ લુણાગરિયા તથા  હાર્દિકભાઇ ગોહિલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માંધાતાસિંહે અપીલ કરી હતી.

વોર્ડ નં. ૫ અને ૧૦માં ભાજપના કાર્યાલયોનાં ઉદઘાટન: વોર્ડ નં. ૧૨માં ક્ષત્રિય સંમેલનમાં  ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા રાજકોટના ઠાકોર સાહેબનો જનતાને અનુરોધ

રાજકોટ પુર્વ વિસ્તારના ધારાસભ્ય  અરવિંદભાઇ રૈયાણીએ આ અવસરે લોકોને સંબોધન કરતાં જણાવ્યું કે પ્રજાના સામાન્ય પ્રશ્ર્નો હોય કે અદ્યતન સુવિધા રાજ્ય સરકાર અને કોર્પોરેશન એના માટે સદા જાગૃત છે. સામા કાંઠાના વિસ્તારના આગેવાન  કિશોરભાઇ રાઠોડે જણાવ્યું કે આ વિસ્તારમા તમામ વોર્ડમાં સફાઇ, પાણી, રસ્તા માટે સતત કામો થતાં રહે છે. ભવિષ્યમાં પણ ભાજપના કોર્પોરેટરો એ બાબતે જાગૃત રહેશે. પટેલ અગ્રણી  અને બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ  પરેશ ગજેરાએ કહ્યું કે રાજકોટના લોકોના સુખે સુખી અને દુખે દુખી ભાજપના કોર્પોરેટરો સદાય જાગૃત છે.

ભાજપ વિકાસની રાજનીતીમાં માને છે : રામભાઇ મોકરિયા

માંધાતાસિંહજી વોર્ડ નં. ૧૨માં પણ ક્ષત્રીય સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા એમણે કહ્યું કે ક્ષત્રીય સમાજ સર્વે સમાજના ઉત્કર્ષમાં માનનારો સમાજ છે. સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌના વિસ્વાસ થી રાજકોટને આગળ વધારવા માટે કટિબધ્ધ છે.  આપણા સમાજનો આ રાજકોટ સાથે જુનો નાતો છે. મારા પુર્વજોએ રાજકોટના વિકાસનો પાયો નાંખ્યો છે. એની સેવા કરી હતી. આજે ભાજપના શાસકો રાજકોટની વિકાસ યાત્રા આગળ વધારી રહ્યા છે. ભાજપના ઉમેદવારો શ્રીમતી મીતલબેન લાઠિયા, પ્રદીપભાઇ ડવ, મગનભાઇ સોરઠિયા તથા શ્રીમતી અસ્મિતાબહેન દેલવાડિય ને જંગી બહુમતીથી જીતાડવા એમણે અપીલ કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ કહ્યું હતું કે રાજકોટના વિકાસના દ્વાર ભાજપના રાજમાં ખુલ્યાં છે અને આ શહેર વિશ્વના શહેરોની સ્પર્ધામાં ગણી શકાય એટલી ઝડપથી વિકસી રહ્યું છે. આ વિસ્તારમાં રસ્તાની પહોળાઇ,  સફાઇ, પેવિંગ બ્લોક્સ વગેરે કામો પણ થતાં રહ્યાં છે.  વોર્ડ નં. ૧૨ના આ સંમેલનનમાં ધારાસભ્ય  લાખાભાઇ  સાગઠિયા,  શહેર ભાજપના ઉપપ્રમુખ  વિરેન્દ્રસિંહે ઝાલા, યોગરાજસિંહ જાડેજા,  રાજદીપસિંહ જાડેજા,  દશરથસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં. ૧૦ના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન માંધાતાસિંહ જાડેજા, ભાજપના પ્રદેશ મંત્રી શ્રીમતી બીનાબહેન આચાર્ય તથા સહકારી અગ્રણી  જ્યોતીન્દ્રભાઇ મહેતાએ કર્યું હતું. પ્રદેશ ભાજપ અગ્રણી  નિતિનભાઇ ભારદ્વાજ પણ ત્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રાથમિક સુવિધા અને અન્ય અદ્યતન સાધન,સગવડ દ્વારા ભાજપે રાજકોટને અને ગુજરાતને રગેવા લાયક, માણવા લાયક બનાવ્યું છે. આગામી પાંચ વર્ષ દરમિયાન પણ રાજકોટની આ વિકાસયાત્રા ચાલુ રહેશે. રાજ્યસભાના ભાજપના ઉમેદવાર  રામભાઇ મોકરિયાએ ઉપસ્થિત મેદનીને કહ્યું કે ભાજપ વિકાસની રાજનીતિમાં જ માને છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનું સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ સદાય ગૂંજતું રહેશે. શહેર મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબહેન રુપાણી પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.  ભાજપના ઉમેદવારો ચેતનભાઇ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, શ્રીમતી જ્યોત્સનાબહેન ટીલાળા તથા ડો.રાજેશ્વરીબહેન ડોડિયાના  કાર્યાલયનું ઉદ્દઘાટન થયા બાદ  માંધાતાસિંહ જાડેજાએ કહ્યું હતું કે આજે રાજ્યમાં  મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણી વિકાસકામો ઝડપથી કરી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતા એ સમજે જ છે કે આપણા શહેરનો વિકાસ પણ ભાજપના શાસનમાં સારો અને સતત થશે. રાજકોટનો સમતોલ વિકાસ ભાજપના શાસકોનો મુખ્ય એજન્ડા છે. આપણને ગુજરાતની સૌથી પહેલી  હોસ્પિટલ મળી છે. નવું બસ પોર્ટ તો એક વર્ષ પહેલા બની ગયું. નવા પુલ બની રહ્યા છે.  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડો. પ્રકાશ મોઢા, ડો.અમિત હપાણી, શ્રીમતી કાશ્મિરા બહેન નથવાણી  ભાજપ અગ્રણી દિનેશ કારીયા, ઉધોગપતિ  રમેશભાઈ ટીલાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટમાં શહેરી ગરીબો માટે ઘરના ઘરનું સપનું પણ સાકાર થઇ રહ્યું છે.  વિજયભઈ ‚પાણીના વડપણ નીચે ચાલતી પ્રગતિશીલ, વિકાસશિલ, સંવેદનશીલ નિર્ણાયક સરકાર હિતલક્ષી કાર્ય કરવામાં અગ્રેસર છે.  વિજયભાઈએ પ્રો એક્ટિવ એપ્રોચ રાખીને હિતલક્ષી બાબતોમાં સુધારા, જાહેરનામાં પસાર કર્યા. વિકાસની રાજનીતિ, ખેડૂત હિતલક્ષી, ગરીબો, વંતિતો ની સરકાર, શાંત અને સલામત ગુજરાત એ  ભાજપ સરકારની સિદ્ધિ અને ઉપલબ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસની રાજનીતિ, દૂરંદેશી, દ્રઢ નિશ્ચયતા, પ્રશ્નોની સમજણ અને ઉકેલવાની પરખ, ટેકનોસેવી અભિગમ, માતૃભૂમિ માટે ખપી જવાની પ્રતિબદ્ધતા, સક્ષમ વહીવટ આ બધી બાબતો એમને રાષ્ટ્રીય નેતાથી વૈશ્વિક નેતા તરીકે પ્રસ્થાપિત કરે છે.

આવા રાષ્ટ્રીય નેતાની પ્રેરણાઅને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત અને રાજકોટ ભાજપ આગળ વધી રહ્યાં છે. તાજેતરમાં જ વિજયભાઇ રુપાણીએ  કહ્યું હતું કે સુદ્રઢ સંકલન, સુશાસન અને નરેન્દ્રભાઇ મોદીનું નેતૃત્વ અમારી જીતની ગુરુચાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.