Abtak Media Google News

દ્વારકામાં શનિવારના રોજ ઓપન ઓખા મંડળ સ્વ.મુળુભા જે.માણેક રાત્રી પ્રકાશ શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩૦મીએ રાત્રીનાં ૮.૩૦ કલાકથી દ્વારકાના બિરલા ગરબીચોકમાં નોકઆઉટ પધ્ધતિથી રમાનાર આ ટુર્નામેન્ટનું આયોજન બિરલા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.

ટુર્નામેન્ટનાં નિયમો, એન્ટ્રી ફીસ તથા ફોર્મ સંલગ્ન માહિતી મેળવવા આયોજક અભિનવ માણેક તથા મયુરભાઈ રાવલીયાનો સંપર્ક કરી મેળવી શકાશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ને સાંજે ૭ કલાકે બિરલા પ્લોટના ગરબી ચોકમાં લોસ પાડવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.