Abtak Media Google News

ડાઇંગ એસો.એ જી.પી.સી.બીને આપેલી બાંહેધરી સામે ત્રણ માસનો અપાયો સમય: સાડી ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો

જેતપુર સાડી ઉદ્યોગના કેમીકલ યુક્ત પાણીને  શુદ્ધિકરણ કરવાના ચારેય પ્લાન્ટના વીજ કનેક્શનો કાપવાનો ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા હુકમ કરાતા સાડી ઉદ્યોગને  ક્લોઝરના આ હુકમને કારણે પંદરસો જેટલા કારખાના બંધ થઈ જશે જેનાથી ૫૦ હજાર જેટલા કારીગરો બેરોજગાર બની જતા અટકી ગયું છે જી.પી.સી.પી દ્વારા જેતપુર સાડી ઉદ્યોગને ફરી ત્રણ માસ માટે સમયગાળો આપતા ઉદ્યોગકારોએ હાશકારો માન્યો હતો

Advertisement

જેતપુર સાડી ઉદ્યોગના કેમીકલ યુક્ત પાણી સીધુ ભાદર નદીમાં છોડીને નદીને પ્રદૂષિત કરી નાખવા સામે પર્યાવરણવાદીઓ તેમજ સામાજીક કાર્યકરો દ્વારા  પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં તેમજ હાઇકોર્ટમાં અનેક જાહેરહિતની અરજીઓ કરેલ તેમ છતા ડાઇંગ એસો.ના મોટા ઉદ્યોગપતિઓ દ્વારા પ્રોસેસ હાઉસ અને શોફરનું અતિ પ્રદૂષિત કેમીકલ યુક્ત પાણી નદીમાં છોડી પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ જ રાખતા પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ગત તારીખ ૧૬ઓગષ્ટના રોજ પીજીવીસીએલને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના ભાટગામ વોશિંગ ઘાટ, દેરડી રોડ પર આવેલ સીઇટીપી પ્લાન્ટ અને ભાદરના સામાકાંઠે આવેલ એસટીપી તેમજ ધારેશ્વર જીઆઇડીસીનો સીઇટીપી પ્લાન્ટના વીજ કનેક્શન કાપી નાખવાનો હુકમ કરેલો પરંતુ પીજીવીસીએલને આપેલ આ હુકમમાં સ્થાનીક કચેરીએ અસમંજસની સ્થિતિમાં હોય કેમ કે હુકમમાં પ્લાન્ટના ક્યાં વીજ કનેક્શનો કાપવાના તે સ્પષ્ટ ન હોય પીજીવીસીએલ કચેરી દ્વારા આ બાબતે પ્રદૂષણ બોર્ડનું માર્ગદર્શન માંગેલ જે માર્ગદર્શન આજે આવી ગયેલ જેમાં વીજ કનેક્શનો ૧૪ સપ્ટેમ્બર સુધીમાં કાપી નાખવાનો સ્પષ્ટ હુકમ આપેલ હતો

આ અનુસંધાને જેતપુર ડાઇંગ એસોસિએશન ના હોદેદારો ગાંધીનગર જી.પી.સી.પી ના અધિકારીઓ સાથે  અનેક વખત બેઠકો કરેલ અને ગત તા. ૧૮/૮/૧૮ ના રોજ એસો.દ્વારા લેખીતમાં બાહેંધરી આપવમાં આવેલ હતી જે અનુસંધાને જી.પી.સી.પી.એ અગાવ તા. ૧૬/૮/૧૮ ના રોજ જે ક્લોઝર નો હુકુમ કરવામાં આવેલ હતો તેને રદ કરી ફરી ડાઇંગ ઉદ્યોગોને જે બાંહેધરી આપવમાં આવેલ છે તેનું પાલન કરી ત્રણ માસ માટે સમય આપવામાં આવેલ છે

જી.પી.સી.પી દ્વારા ત્રણ માસનો સમય આપવમાં આવતા આગામી સમયમાં દિવાળી સમયમાં ત્રણ માસની મુદત મળી જતા શહેરના ઉદ્યોગકારો તેમજ સાડી કામદારોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આગામી દિવસોમાં જેતપુર શહેર માંથી હંમેશા માટે પ્રદુષણ નો પ્રશ્ન નિકાલ આવે તેવું લોકો ઇચ્છિ  રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.