Abtak Media Google News
પ્રદુષિત પાણીને નદીમાં ઠાલવતા ગેરકાયદે ચાલતા 6 ઘોલાઇ ઘાટને તોડી પડાયા
ઉંચી વગ ધરાવતા અમુક કારખાનેદારો વિરૂઘ્ધ કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા

અબતક, કરણ બારોટ જેતપુર

જેતપુરમાં ગેરકાયદે ચાલતા ધોલાઇ ઘાટ પર તંત્રએ ધોસ બોલાવી 6 જેટલા ધોલાઇ ઘાટ તોડી પડાયા હતા.

શહેર માં 50% થી વધારે કારખાનેદારો દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું ભૂગર્ભ ગટર માં છોડી દેવામાં આવે છે.

જેના લીધે ભાદર નદી ગુજરાત ની સૌથી વધુ પ્રદુષિત નદી ઓમાં ની એક બની ગઈ છે. છતાં પણ આવા સોફરમાલિકો સામે કોઈ પણ જાત ના કાયદેસર પગલાં લેવા માં આવતા નથી.

અગાઉ ૠઙઈઇ અને જેતપુર નગરપાલિકા દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફક્ત પાંચેક જેટલા કારખાનાઓ ચેકીંગ કરી ૠઙઈઇ અને જેતપુર નગરપાલિકા એ સંતોષ માની લીધો હતો.

ઘણા સોફરમાલિકો ને   4 લાખ મીટર કાપડ ધોવાની મંજૂરી હોય અને તેઓ 40 લાખ મીટર કાપડ ધોવે છે અને અને ઘણા સોફરમાલિકો રાજકીય પહોંચ ધરાવતા હોવાથી તેમની સામે કોઈ પણ પગલાં લેતા નથી. અને 1 સોફર કે 1 પ્રોસેસ હાઉસ ની મંજૂરી મેળવેલા 2-2  સોફર અને પ્રોસેસ હાઉસ ચલાવે  અને તેઓ દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું પાઇપ લાઇન દ્વારા ભાદર નદી માં  છોડી દેવામાં આવેને ભાદર નદી ને પ્રદૂષિત કરવામાં આવે છે છતાં ૠઙઈઇ દ્વારા કેમ કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું લોકો માં ચર્ચા થઈ રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.