Abtak Media Google News

ગઈકાલે બપોરથી ઘરે ન આવતા પત્ની મોલે તપાસ કરવા આવી ત્યારે પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ જોયો

મૂળ માળીયા હાટીનાના ખોરાસાગીર ગામના વતની રાજકોટમાં સુપર માર્કેટ શરૂ કરી હતી: નફાની લાલચે રૂ.75 લાખ ઓનલાઇન ઈ-બાય કંપનીમાં રોક્યા’તા

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રહેતા અને પંચાયત ચોકમાં ઓમેગા મોલ ધરાવતા વેપારીએ ઓનલાઇન પોણા કરોડનું રોકાણમાં ફ્રોડ થતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ગઇ કાલે બપોરે ઘરે ન આવતા પત્ની મોલ પર તપાસ કરતા પત્નીએ પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. મૂળ માળીયા હાટીના તાલુકાના ખોરાસાગીર ગામના વતની યુવકે રાજકોટને કર્મભૂમિ બનાવી હતી અને ઓમેગા માર્ટ નામે મોલ ચલાવતા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં 150 ફીટ રીંગ રોડ પર રોયલ એલિગન એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 301માં રહેતા અને પંચાયત ચોક પાસે ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરની શેરીમાં ઓમેગા માર્ટ નામે મોલ ચલાવતા અલ્પેશભાઈ ભગવાનજીભાઈ કોરડીયા (ઉ.વ.29) નામના યુવાને પોતાના મોલની ઓફિસમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બાસલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અલ્પેશભાઈ કોરડીયા મૂળ માળીયા હાટીના તાલુકાના ખોરાસાગીર ગામના વતની હતા. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવી ઓમેગા માર્ટ નામે મોલ શરૂ કર્યો હતો. એક સપ્તાહ પહેલા અલ્પેશભાઈએ ઓનલાઇન ઈ-બાય નામની કંપનીમાં રૂ.75 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ સમય જતાં વેપારીને પોતાની સાથે ફ્રોડ થયાની ભીતિ સર્જાઈ હતી. જેથી તેઓએ પોતાના ભાગીદારોને રોકાણ અંગે વાત કરી હતી. ત્યારે તેમના ભાગીદાર દ્વારા પણ આવી કંપનીમાં રોકાણ ના કરાય તે અંગે વાતચીત થઈ હતી.

ત્યાર બાદ અલ્પેશભાઇને ખોટી જગ્યાએ રોકાણ થઈ ગયું હોવાનું જાણ થતાં તેમના ભાગીદાર સાથે તેઓ શનિવારના રોજ સાયબર ક્રાઈમમાં એ.સી.પી. વિશાલ રબારીને મળવા ગયા હતા અને પોતાની સાથે થયેલા ફ્રોડ અંગે અરજી આપી હતી. જે અંગે પોલીસે ગુમાવેલી રકમ પરત મળી જશે તેવી સાત્વના પણ આપી હતી.તેમ છતાં પણ અલ્પેશભાઈ સતત ચિંતામાં રહેતા હતા અને પોતે પોણા કરોડ રૂપિયા ગુમાવી દીધા હોવાની દહેશત લાગતા ઓમેગા માર્ટ મોલની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવક નિત્યક્રમ મુજબ બપોરે 1 થી 4 મોલ બંધ રાખતા હતા. પરંતુ ગઇ કાલે બપોરે અલ્પેશભાઈ ઘરે ન આવતા તેમના પત્ની રક્ષિતા બેને તેમને કોલ કર્યા હતા તેમ છતાં તેઓએ ફોન રિસિવ ન કરતા તેમના મિત્રો અને ભાગીદારો સાથે વાત કરી પતિની શોધખોળ હાથધરી હતી.

તે દરમિયાન શોધખોળ કરતા કરતા તેમના પત્ની ઓમેગા માર્ટ સુપર માર્કેટ પહોંચ્યા હતા. જ્યાં પત્ની રક્ષિતા બેને ઓફિસમાં જોતા પત્ની અલ્પેશભાઈનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતક અલ્પેશભાઈ કોરડીયાએ આપઘાત પહેલા ત્રણ પેઇજની સ્યુસાઈડ નોટ પણ લખી હતી જેમાં પરિવારજનો અને મિત્રોની માફી માંગી હતી. લોકોમાં ઘટતા જતા ધૈર્યની ખામીના કારણે શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે.

સગા-સંબંધીઓની સ્યુસાઇડ નોટમાં માફી માંગી

અલ્પેશ ભગવાનજીભાઇ કોશીયા નામના ર9 વર્ષના યુવાને આપઘાત પૂર્વે ત્રણ પેઇઝની સ્યુસાઇટ નોટ લખી હતી. ભાવુક બનીને લખેલી સ્યુસાઇટ નોટમાં પોતાના સગા સંબંધી અને પરિવારની માફી માગી પોતાની સાથે પોણા કરોડની ઓનલાઇન ઠગાઇથી હતાશ અને નિસહાય બની જતા પોતે ગુમાવેલી મોટી રકમ પરત મળે તેવું ન જણાતા ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મૃત્તકે સાયબર ક્રાઇમમાં ફોડ થયાની અરજી આપી તી

પંચાયતનગર ચોકમાં આવેલા ઓમેગા મોલના માલીક અલ્પેશભાઇ કોશીયાએ રૂ. 75 લાખ ઇ-બાય કંપનીમાં ઓનલાઇન રોકાણ કર્યા બાદ કંપની બોગસ હોવાનું અને પોતાની સાથે છેતરપીંડી થયાનું જણાતા સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. એસપી વિશાલકુમાર રબારીએ રુબરુ મળી અલ્પેશ કોશીયાને રકમ

પરત અપાવી દેશે તેવી હૈયા ધારણા આપી હતી. આમ છતાં ધૈર્ય ગુમાવ્યું હોવાથી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.