પક્ષે પ્રદેશ કારોબારીમાં જવાબદારી સોંપી તેને તન-મનથી પરિપૂર્ણ કરીશ: ચેતન રામાણી

ખેડુત નેતા તરીકે અસરકારક કામગીરી કરનાર ચેતન રામાણીની કદરના ભાગરૂપે પ્રદેશ કારોબરીમાં સભ્ય તરીકે વરણી થતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ

ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા પ્રદેશ કારોબારીના સભ્યોની નિમણુંક કરી છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપના આગેવાન તેમજ સૌરાષ્ટ્રના ખેડુત નેતા ચેતનભાઇ રામાણીની નિમણુંક થતાં જીલ્લા ભાજપમાં ઉત્સાહની લાગણી છવાઇ હતી. આ તકે ચેતનભાઇ રામાણીએ યાદીમાં જણાવ્યું હતું કે 4 થી વધુ દાયકાઓ સુધી અપેક્ષા વગર તનતોડ મહેનત કરી પક્ષ માટે કામ કરતો આવ્યો છું. છતાં આજ સુધીની રાજકીય કારકીર્દીમાં એક પણ વાર પક્ષ પ્રત્યેની વફાદારી છોડી પક્ષપલ્ટો કે કોઇપણ અન્ય કામો કર્યા નથી તેમજ આગેવાનથી વધુ કાર્યકર્તાની જેમ કામ કરી પાર્ટીના સિઘ્ધાંતોને વળગી રહ્યો છું તો જયારે હવે પક્ષે મારી નવી જવાબદારી તરીકે પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય તરીકે પસંદગી કરી છે તો તે પણ તન મનથી પરીપૂર્ણ કરવા પ્રયત્ન કરીશ.

નોંધનીય છે કે ચેતનભાઇ રામાણી સંગઠનના ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જીલ્લા કિશાન સંઘના સંયોજક તરીકે 1986થી 1991 સુધી રહ્યા હતા. રાજકોટ જીલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે 1995-1998માં જવાબદારી નિભાવેલ, ગુંજાગીરી નાબુદી સમીતી લોધીકા ના પ્રમુખ રહ્યા, 1998માં જેતપુર વિધાનસભાના ચુંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવેલ, જેતપુર શહેર-તાલુકાની સંગઠનના પ્રભારી તરીકે 10 વર્ષ સુધી જવાબદારી ન્ભિાવી, 2011 થી 2015 રાજય સરકારની કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંકના ડાયરેકટર ની જવાબદારી નિભાવી, 2017 થી આજદિન સુધી રાજકોટ-લોધીકા ખરીદ વહેંચાણ સંઘના પ્રતિનીધી તરીકે જવાબદારી નિભાવે છે, 2017ની ચુંટણીમાં રાજકોટની ગ્રામ્ય વિધાનસભાની બેઠકના સહ ઇન્ચાજ તરીકેની જવાબદારી નિભાવેલ, 2021માં તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીમાં જીલ્લા ભાજપનાં ચુંટણી ઇન્ચાર્જની જવાબદારી સફળ રીતે નિભાવી રાજકોટ જીલ્લા પંચાયત હાસલ કરી બતાવી સાથો સાથ જરુરીયાત મુજબ ખેડૂતો તેમજ લોકઅપને છડે ચોક આંદોલનનો ચલાવી રેલ રોકો, વિધાનસભા ઘેરાવ કાર્યક્રમો કરી જનતાને ન્યાય અપાવવા મહેનત કરી, તેમજ સામાજીક ક્ષેત્રે પણ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ બોડીંગમાં પ્રમુખ રહ્યા, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી હાલ જવાબદારી નિભાવી રહ્યા છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના પપ થી વધુ તાબાઓનું સરકાર સાથે સંકલન કરી સુગમતાઓ પાથરી રહ્યા છે. આમ રામાણીની આ તમામ નિષ્ઠાપૂર્વક કામગીરીની નોંધ લઇ પ્રદેશ હાઇકમાન્ડે તેઓને પ્રદેશ કારોબારીમાં સભ્ય તરીકે સ્થાન આપતા તેમની કામગીરીની કદર યથાની ચર્ચાઓ કાર્યકર્તાઓમાં ફેલાઇ છે.