Abtak Media Google News

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે બાતમી આધારે વાસણામાંથી આરોપીને  પકડી પાડયો

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની ડી સ્ટાફની ટીમે સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનથી આગળ જવાના રસ્તે ગત તા. 16મી ફેબ્રુઆરીએ દરોડો કર્યો. હતો. જેમાં બે શખ્સો વિદેશી દારૂ બીયર, બે મોપેડ સાથે પોલીસના હાથે ઝડપાયા છે. જયારે અન્ય બે શખસો ફરાર થઈ ગયા હતા. શખ્સો ટ્રેનમાં મુંબઈથી દારૂ લાવનાર અને ફરાર થનાર બે શખ્સોમાંથી એક આરોપીને એ ડીવીઝન પોલીસે અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાંથી ઝડપી લીધો છે.

શખ્સો દારૂ સાથે ઉભા હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. જેમાં રતનપરની ગાંધીનગર સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પ ચીરાગ ઉર્ફે શીવ ગીરીશભાઈ જોષી અને દાળમીલ રોડ પર આવેલી ધર્મયુગ સોસાયટીમાં રહેતો 19 વર્ષીય પાર્થરાજસીંહ પ્રધ્યુમનસીંહ જાડેજા ઝડપાયા હતા. આ બન્ને શખ્સો પાસેથી રૂપિયા 15 હજારનું એકટીવા સ્કુટર. 10 હજારનું પ્લેઝર, દારૂની 40 બોટલો કિંમત રૂપિયા 20 હજાર અને બીયરના 23 ટીન કિંમત રૂપિયા 2300 સહિત કરાયો છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ બન્ને શખ્સો દારૂ અને બીયર લેવા આવ્યા હતા. જેમાં દાળ મીલ રોડ પર

રહેતા રિવર માળી અને રતનપરમાં રહેતા દેવેન્દ્ર ઉર્ફે લઢું બાંદ્રાથી ભાવનગર જતી ટ્રેનમાં દારૂ લાવ્યા હોવાનું બહાર આવ્યુ હતુ અને ગેટ સ્ટેશનની આગળ ઉતરી ઝડપાયેલા પકડાયેલા બન્ને શખ્સોને દારૂ આપ્યો હતો. આ બન્ને શખ્સો દરોડા સમયે ફરાર થઈ ગયા હતા. આથી પોલીસે ચારેય શખ્સો સામે એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. આ ગુનો નોંધાયો ત્યારથી પોલીસ આ કેસના બે વોન્ટેડ આરોપીઓની તપાસમાં હતી.

જેમાં મુળ સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતો 31 વર્ષીય રવિ ભગવાનભાઈ સોલંકી જાતે માળી હાલ અમદાવાદના વાસણા વિસ્તારમાં ગુપ્તાનગરમાં આવેલ રાધેક્રીષ્ન મંદીરની બાજુમાં આવેલા રાજુભાઈ રબારીની ઓરડીમાં રહેતો હોવાની બાતમી એ ડીવીઝન પોલીસ મથકના ધનરાજસીહને મળી હતી.

આથી સ્ટાફના અમીતભાઈ, કીશનભાઈ, રાજેન્દ્રભાઈને સાથે રાખી અમદાવાદ દરોડો કરી રિવ ભગવાનદાસ સોલંકીને ઝડપી લેવાયો હતો. ઝડપાયેલ રવિની પ્રાથમીક તપાસમાં તેની સામે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે આ ગુના ઉપરાંત વર્ષ 2017, વર્ષ 2018 અને વર્ષ 2019માં તથા અમદાવાદના નારોલ પોલીસ મથકમાં વર્ષ 2019માં દારૂના ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.