Abtak Media Google News

મહાપાલિકાના ૧૮ વોર્ડમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ : ઉમેદવારોની યાદી તૈયાર કરી બેલેટ પેપરની તડામાર તૈયાર કરતો ચૂંટણી વિભાગ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ગઈકાલે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હોય બપોર સુધીમાં ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી વિભાગે મોડી રાત્રે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. જેમાં સૌથી વધુ ૨૦ ઉમેદવાર વોર્ડ નં. ૧૩માં અને સૌથી ઓછા ૧૨ ઉમેદવાર વોર્ડ નં. ૧૨માં નોંધાયા છે.

Advertisement

ચૂંટણી વિભાગ દ્વારા ગઈકાલે મોડી રાત્રે મહાપાલિકાના તમામ ૧૮ વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમા વોર્ડ નં. ૧માં ૨૧ ઉમેદવાર  વોર્ડ નં. ૨માં ૧૨ ઉમેદવાર, વોર્ડ નં.૩માં ૧૫ ઉમેદવાર, વોર્ડ નં.૪માં ૧૯ ઉમેદવાર, વોર્ડ નં.૫માં ૧૪ ઉમેદવાર, વોર્ડ નં.૬માં ૧૪ ઉમેદવાર, વોર્ડ નં.૭માં ૧૫ ઉમેદવાર, વોર્ડ નં.૮માં ૧૯ ઉમેદવાર, વોર્ડ નં.૯માં ૧૬ ઉમેદવાર, વોર્ડ નં. ૧૦માં ૧૪ ઉમેદવાર, વોર્ડ નં.૧૧માં ૧૭ ઉમેદવાર, વોર્ડ નં.૧૨માં ૧૫ ઉમેદવાર, વોર્ડ નં.૧૩માં ૨૦ ઉમેદવાર, વોર્ડ નં.૧૪માં ૧૪ ઉમેદવાર, વોર્ડ નં.૧૫માં ૧૯ ઉમેદવાર, વોર્ડ નં.૧૬માં ૧૫ ઉમેદવાર, વોર્ડ નં.૧૭માં ૧૬ ઉમેદવાર અને વોર્ડ નં.૧૮માં ૧૯ ઉમેદવાર નોંધાયા છે. મહાપાલિકાના ૧૮ વોર્ડમાં કુલ ૨૯૩ ઉમેદવારોની યાદી તૈયાર થઈ છે.

આ યાદીને આધારે બેલેટ પેપર સહિતની કામગીરી માટે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ અધિકારીઓ અને કર્મચારીઓએ ગત રાતના અંદાજે ૩ વાગ્યા સુધી કચેરીમાં કામ કરી તૈયારીઓ આદરી હતી. હાલ ચૂંટણી વિભાગ મહાપાલિકાની ચૂંટણીની કામગીરીને લઈને ઊંધામાથે થયો છે.

વધુમાં આ વખતની ચૂંટણીમાં ૨૦ જેટલા અપક્ષ ઉમેદવારોના નોંધાયા છે જેમાં વોર્ડ નં.૧માં ૩, વોર્ડ નં.૪માં ૪, વોર્ડ નં.૫માં ૨, વોર્ડ નં.૬માં ૧, વોર્ડ નં.૮માં ૩, વોર્ડ નં.૧૦માં ૧, વોર્ડ નં.૧૩માં ૨, વોર્ડ નં.૧૪માં ૨ અને વોર્ડ નં.૧૫માં ૧ અપક્ષ ઉમેદવાર નોંધાયો છે.

 

Screenshot 1 10

Screenshot 2 4

Rfty

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.