Abtak Media Google News

16 રાજ્યોમાં ઓમિક્રોનની એન્ટ્રી, કુલ કેસનો આંક 236એ પહોંચી ગયો

અબતક, નવી દિલ્હી : ભારતમાં ઓમિક્રોનથી સાવચેતી રાખવી કે ડરી જવું આ મામલે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે ઓમિક્રોન વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. બીજી તરફ મોટી સંખ્યામાં ઓમિક્રોનના દર્દીઓ સાજા પણ થયા છે. આવામાં દેશમાં શું સ્થિતિ છે તે અંગે માહિતી મેળવવા માટે વડાપ્રધાન મોદીએ આજે બેઠક યોજી છે. આ બેઠકમાં દેશની સ્થિતિ અંગે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી

આજે વડાપ્રધાન મોદીએ કોરોનાની સ્થિતિને અનુલક્ષીને મહત્વની બેઠક યોજી હતી. જેમાં એક્સપર્ટ્સ, ડૉક્ટરો અને મંત્રીઓની પણ ઉપસ્થિતી રહી હતી. આ બેઠકમાં હાલમાં દેશમાં કોરોનાની શું સ્થિતિ છે અને ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ભવિષ્ય માટે કેવી રણનીતિ બનાવવી જોઈએ તે દિશામાં પણ ચર્ચા વિચારણ કરવામાં આવી હતી.

ઓમિક્રોનની એન્ટ્રી પહેલી દેશમાં કોરોનાની સ્થિતિ મોટા અંશે શાંત થઈ ગઈ હતી, જોકે, કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની ફેલાવાની ઝડપ અને જે દેશમાં છૂટછાટો આપવામાં આવી છે તેના પર લગામ લગાવવી જરુરી છે કે નહીં તે અંગે પણ વડાપ્રધાન મોદીએ અધિકારીઓ અને એક્સપર્ટ્સ સાથે બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 200ને પાર કરીને 213 પર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધારે 57 કેસ દિલ્હીમાં છે આ પછી મહારાષ્ટ્ર 54 કેસ સાથે બીજા નંબરે છે અને તે પછી રાજસ્થાન (18), કેરળ (15) અને ગુજરાત (14)નો નંબર આવે છે. આ સિવાયના રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા સિંગલ નંબરમાં નોંધાઈ છે. જોકે, દિવસેને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ઓમિક્રોનના 90 દર્દીઓ સાજા થઈ ગયા છે.

મડદા ઉપર ગીધડાઓની તરાપ

સિરમ ઇન્સ્ટિટ્યૂટના બુસ્ટર ડોઝના ટ્રાયલને આરોગ્ય મંત્રાલયે નકારી કાઢી

આરોગ્ય મંત્રાલયની નિષ્ણાત પેનલે મજબૂત પરીક્ષણ ડેટાના અભાવને ટાંકીને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને જૈવિક ઇ-બૂસ્ટર જૅબ્સની બુસ્ટર ડોઝની દરખાસ્તોને અલગથી નકારી કાઢી છે. વિષય નિષ્ણાત સમિતિ, જે દવા નિયમનકારને રસીઓ અને નવી દવાઓ પર સલાહ આપે છે, તેણે પણ બાયોલોજિક ઇની બીજી એપ્લિકેશનને મંજૂરી આપી નથી, જે તેની કટોકટીની મંજૂરી માંગી રહી છે.  ભારતના ‘ઓમિક્રોન’ના ફેલાવા દરમિયાન બૂસ્ટર શોટ પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બૂસ્ટર શોટ્સ માટે સ્વદેશી રીતે વિકસિત કોર્બેવેક્સનો ઉપયોગ કરવા પર બાયોલોજિકલ ઇની એપ્લિકેશનને ધ્યાનમાં લેતા, એસઇસીએ ભલામણ કરી કે તે સુધારેલ ક્લિનિકલ ટ્રાયલ પ્રોટોકોલ સબમિટ કરે, તેમને નોંધ્યું કે તબક્કામાં 3 ટ્રાયલમાંથી સલામતી અને અસરકારકતાના ડેટાનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. અરજીની સમીક્ષા કરતા પહેલા બૂસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડની અસરકારકતા સાબિત કરવા માટે સ્થાનિક ટ્રાયલ કરવા કહ્યું.  સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પેનલે જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાંથી કોઈ ડેટા સબમિટ કર્યો નથી અને બૂસ્ટરની મંજૂરી માટેની તેની વિનંતી યુકેના અભ્યાસમાંથી માત્ર 75 વિષયોના ઇમ્યુનોજેનિસિટી ડેટા પર આધારિત હતી.

ફાયઝરની દવાને ઘરેલુ ઉપયોગ માટે અમેરિકાની લીલીઝંડી

યુનાઇટેડ સ્ટેટ્સે બુધવારે ફાયઝરની એન્ટિવાયરલ ગોળી અધિકૃત કરી છે. જે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે ગંભીર બીમારીના જોખમમાં છે તે લઈ શકે છે. જો કે આ મંજૂરી માત્ર ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓના ઘરેલુ વપરાશ માટે જ છે.  કંપનીના ક્લિનિકલ ટ્રાયલના ડેટા અનુસાર, ફાઈઝરની એન્ટિવાયરલ પદ્ધતિ પેક્સલોવિડ ગંભીર બીમારીના ઊંચા જોખમવાળા દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુને રોકવામાં લગભગ 90% અસરકારક હતી તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ દવા અસરકારકતા જાળવી રાખે છે તેવું ફાઈઝરે પણ જાહેર કર્યું છે. હવે પ્રશ્ન એ સર્જાયો છે કે શું ખરેખર ફાયઝરની દવા અસરકારક છે ? જો હોય તો અમેરિકન સરકારે માત્ર ઘરેલુ ઉપચારમાં જ તેની મંજૂરી કેમ આપી ? કેમ આ દવાને સત્તાવાર રીતે તમામ જગ્યાએ ઉપયોગમાં લેવાની મંજૂરી આપી નથી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.