Abtak Media Google News

28 માસમાં 14850 કરોડના ખર્ચે 296 કિમી ચાર માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ:એક્સપ્રેસ-વે આ પ્રદેશમાં કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને મોટો વેગ આપશે

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે.તેઓ જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે.

સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રધાનમંત્રી દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર પ્રયાસ હતો. એક્સપ્રેસવે પરનું કામ 28 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના નેજા હેઠળ આશરે રૂ. 14,850 કરોડના ખર્ચે 296 કિમી, ચાર-માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પછીથી તેને છ લેન સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. તે ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીકના ગોંડા ગામ ખાતે ગઇં-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે. તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે – ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા.

આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે, બુંદેલખંડ એક્સપ્રેસ વે આર્થિક વિકાસને પણ મોટો વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે. એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.