Abtak Media Google News

રાજકોટ BNIના સભ્યો દ્વારા સતત બીજી વર્ષે BNI એક્સપોનું જાજરમાન ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટના નાના મોવા સર્કલ પાસે તારીખ 15,16,17 ત્રણ દિવસ સુધી એક્સપો કાર્યરત રહેશે.બીએનઆઈ ચેપ્ટર 10ના 500 થી વધુ સભ્યો એક્સપોમાં જોડાયા છે.

એક્સપો ખાતે 70 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે.

રાજકોટ BNIના 10 ચેપ્ટરના 500 સભ્યોમાં એક્ષ્પોથી આનંદો: એક્ષ્પોથી સભ્યોને બિઝનેસમાં ઉજળી તક મળે: 60થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા

બીએનઆઈ એક્સપોનું દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યું છે.એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા,ધારાસભ્ય દર્શિતાબેન શાહ,દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ અગ્રણીઓ દ્વારા એક્સપોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

BNI કમિટીના સભ્ય રાજેશભાઈ સવનિયાના જણાવ્યા અનુસાર એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય બીએનઆઈ ના સભ્યોનો બિઝનેસમાં વિકાસ વધુ થાય દરેક સભ્યોમાં ભાઈચારાની ભાવના વધે એકબીજાનો બિઝનેસ ખૂબ સારી રીતના સમજી શકે.બીએનઆઈના સભ્યો એકબીજાના ધંધા વ્યાપારને સમજી તેમને વેગવંતા કરવા એકબીજાને મદદરૂપ બની છે. એક્સપોનો પૂરેપૂરો લાભ મેળવવા બહોળી સંખ્યામાં  સભ્યો અત્રે સ્ટોલ રાખી રહ્યા છે.

સ્ટોલ કરવાથી ત્રણ પ્રકારના ફાયદા થાય છે.

બીએનઆઇના સભ્યોએ જેમણે સ્ટોલ રાખ્યો છે.એમના સ્ટોલ પર બીએનઆઈના 500 જેટલા સભ્યો વિઝીટ કરી એમના ધંધાની વિસ્તારપૂર્વક માહિતી મેળવે છે.જેથી એકબીજાના ધંધા વ્યાપારને સરળતાથી વેગ આપી શકાય છે. આ રીતની સાકળથી  નેટવર્ક કનેક્શન વધે છે અને ખૂબ બહોળો ધંધો પણ સ્ટોલ ધારકને મળી શકે છે.100થી વધુ સંસ્થાઓ વીવીઆઈપીઓ, એચએનઆઇને આ એક્સપોમાં આમંત્રિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના નાના-મોટા ઉદ્યોગ અને વ્યાપારના સંગઠનો ને પણ વિઝીટ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.એક્સપોથી બીએનઆઇના સભ્યોને ખૂબ ઉજળી તક મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.