Abtak Media Google News

હરિફ પેનલના ખોટા પ્રચાર દ્વારા જૂનિયર વકીલોને ગેર માર્ગે દોરવા પ્રયાસ: પિયુસ શાહ

24 કલાક ‘બીન કેફે અને સ્વસ્થ ચિત’ ધરાવતા ઉમેદવારોને જીતાડવા અર્જુન પટેલની અપીલ

માત્ર અંગત  સ્વાર્થ અને અહમના કારણે સિલેકશનના બદલે ઈલેકશનની ફરજ પડી: અનિલ દેસાઈ

રાજકોટ બાર એસોસિયેશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને ગણતરીના દિવસ બાકી છે  ઉમેદવારોનું પ્રચાર કાર્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે ત્યારે એના ભાગ રૂપે ગઇકાલે તા.14 નાં રોજ રેવન્યુ પ્રેક્ટીસનર્સ  એસોસીએશન રાજકોટ દ્વારા આરબીએ પેનલ નાં સમર્થનમાં નાગર બોર્ડિંગ ખાતે એક સ્નેહમિલન યોજવામાં આવેલ જેમાં 600 જેટલા વકીલોએ ઉપસ્થિત રહી એકી આવજે આરબીએ પેનલ ને જંગી બહુમતીથી વિજયી બનાવવા સમર્થન જાહેર કર્યું છે.

રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિયેશન – રાજકોટ દ્વારા આયોજિત આ સ્નેહમિલનમાં આરબીએ પેનલનાં પ્રમુખ પદનાં ઉમેદવાર લલિત સિંહ શાહી , ઉપ પ્રમુખ પદ ના ઉમેદવાર નલિન જે પટેલ , સેક્રેટરી પદના ઉમેદવાર દિલીપભાઈ જોશી , જોઇન્ટ સેક્રેટરી પદ નાં ઉમેદવાર જયેન્દ્રસિંહ રાણા , ટ્રેઝરર પદ ના ઉમેદવાર કિશોરભાઈ સખીયા , લાઇબ્રેરી સેક્રેટરી પદ નાં ઉમેદવાર જયદેવભાઈ શુક્લ તેમજ કારોબારી પદ નાં ઉમેદવારો સર્વ  બીપીનભાઈ મહેતા , તુલસીદાસ ગોંડલિયા , ગીરીશભાઈ ભટ્ટ , મહર્ષીભાઈ પંડયા , જી આર . ઠાકર , જી . એલ . રામાણી બિપીનભાઈ કોટેચા , જયંતભાઈ ગાંગાણી , જીગ્નેશ જોશી તથા મહિલા અનામત કારોબારી નાં ઉમેદવાર રજનીબા રાણા ઉપસ્થિત  રહ્યા હતા.

આ સ્નેહમિલનમાં રાજકોટ બાર એસો . ના વર્તમાન પ્રમુખ  અર્જુનભાઈ પટેલ , સેક્રેટરી  પ્રવીણ વ્યાસ , અગ્રણી ધારાશાસ્ત્રીઓ સર્વ  અનિલભાઈ દેસાઈ , પિયુષભાઈ શાહ કમલેશભાઈ શાહ અશોકસિંહ વાઘેલા સહિના સેંકડો ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત  રહ્યા હતા.

આ સ્નેહમિલનમાં પોતાના તેજાબી વક્તવ્ય માટે જાણીતા રાજકોટ બાર એસો . ના વિદાય લેતા પ્રમુખ  અર્જુન પટેલ એ પોતાના ધારદાર વક્તવ્યમાં એક્ટિવ પેનલનાં ઉમેદવારો ઉપર આડકતરો પ્રહાર કરતા જણાવેલ કે , આજ રોજ અહીંયા રેવન્યુ પ્રેક્ટિસનર્શ બહોળી સંખ્યમાં ઉપસ્થિત છે ત્યારે મારે એટલું જ કહેવાનું કે જેમ કોઈપણ દસ્તાવેજમાં છેલી લાઈનમાં એવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે આ દસ્તાવેજ મે બિન કેફે તથા સ્વસ્થ ચિતે કરેલછે એ જ રીતે આરબીએ  પેનલ નાં તમામ વરિષ્ઠ ઉમેદવારો હંમેશા બિન કેકે અને સ્વસ્થ ચિત્તે જ હોઈ છે એટલે આવા ટાઇટલ કલિયર વ્યક્તિત્વ ધરાવે છે એટલે આવી સ્વચ્છ પ્રતિભાઓ ધરાવતી આરબીએ  પેનલ જ રાજકોટ બાર ને તેની ગરિમા અને ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી અપાવી શકશે એમ કહી અર્જુનભાઈ પટેલે આરબીએ  પેનલ નાં તમામ ઉમેદવારો ને વિજયી બનાવવા હાંકલ  કરી છે.

આ ઉપરાંત , અગ્રણી ધારાશાસ્ત્રી   અનિલભાઈ દેસાઈએ પણ , એક્ટિવ પેનલ ઉપર શાબ્દિક ચાબખા મારતા જણાવેલું કે , માત્ર એકલ દોકલ વ્યક્તિ નાં અંગત અહમ નાં કારણે આવા સજજન અને પ્રતિષ્ઠિત વડીલો ની પેનલ બિનહરીફ થઇ શકેલ નથી , ત્યારે આપડા સૌ ની ફરજ છે કે આવા રાજકોટ બારના ગૌરવ પ્રદ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ ની પેનલને જંગી બહુમતીથી જીતાડી અને આવા અહમ વાદી તત્વો ને પાઠ ભણાવવો જોઈએે કે જેથી ભવિષ્યમાં કોઈ આવું દુશકૃત્ય કરવાનું વિચારી પણ ન શકે.

આ ઉપરાંત , સિનિયર વકીલ  પિયુષભાઈ શાહએ પોતાના વક્તવ્યમાં હરીફ એક્ટિવ પેનલ દ્વારા જે દુષ્પ્રચાર દ્વારા જુનિયર વકીલોને ગેર માર્ગે દોરવામાં આવે છે તેનો છેદ ઉડાડતા જણાવેલું કે , કોઈપણ    તમામ ઉમેદવારો તથા સિનિયર જુનિયર વકીલ મિત્રોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે આરબીએ  પેનલ નાં અમો તમામ સમર્થકો રાત દિવસ જોયા વગર અગાઉની જેમજ તેમને મદદરૂપ થવા અને તેના પ્રશ્ન નો સ્વમાનભેર નિરાકરણ લાવવા કોઈ પણ જાતની સ્વ પ્રસિદ્ધિ વગર હાજર રહીએ છીએ અને ભવિષ્યમાં પણ રેહશુ  તેવી ખાતરી આપી છે.

આ ઉપરાંત , વરિષ્ઠ ધારાશાસ્ત્રી  મહર્ષિભાઇ પંડ્યાએ મતદાન સંદર્ભે નાં નિયમો ઉપસ્થિત તમામને સમજાવી મત રદ ન થાય એવી રીતે મતદાન કરવા માર્ગદર્શન  આપ્યું હતુ. કાર્યક્રમના અંતમાં રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસો . ના પ્રમુખ  એન.જે.પટેલ . એ ઉપસ્થિત તમામ લોકોનો આભાર માનેલ અને આરબીએ  પેનલ નાં તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ  કરી છે.

આરબીએ પેનલને કોળી સમાજના એડવોકેટનો ટેકો

રાજકોટ બારની ચૂંટણી  અનુસંધાને રાજકોટમાં વકીલાત ક્ષેત્રે વ્યવસાય કરતા સમસ્ત કોળી સમાજની એક મીટીંગ યોજવામાં આવેલી જેમાં તમામ સિનિયર જુનિયર એડવોકેટ મળેલા અને  બારની ગરિમાને ફરીથી પુન:સ્થાપિત કરવા જ્યારે સિનિયર વકીલો આગળ આવીને ચૂંટણી લડવાની તૈયારી બતાવેલી હોય ત્યારે  બહારની વડીલ લોકોના માર્ગદર્શનની જરૂરિયાત હોય અને  બાર ફરીથી ગરીમા પૂર્ણ બાર બને તે હેતુ તે સમસ્ત કોળી સમાજના એડવોકેટો એ એક સંપક કરી એક સુર સાથે આરબીએ પેનલને જીતાડવાનું બીડુ ઝડપી છે.

તમામ એડવોકેટ આ ભગીરથ કાર્યમાં જોડાવાનો કોલ આપેલો છે. આ મિટિંગમાં   કોર્પોરેટર  બાબુભાઈ ઉઘરેજા, સિનિયર એડવોકેટ હરેશભાઈ પરસોંડા વિનોદભાઈ કુમારખાણીયા વિનુભાઈ વાઢેર ચંદુભાઈ અઘેરા રાહુલ મકવાણા રણજીત મકવાણા કલ્પેશ સાકરીયા મગનભાઈ બાવળીયા, રવિ ગોહિલ સહિત અનેક યુવાન એડવોકેટ મિત્રો ઉપસ્થિત રહા હતા  આ તમામ લોકોએ  આરબીએ પેનલના સિનિયર એડવોકેટને જંગી લીડ થી ચુટાવા માટે ટેકો જાહેર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.