Abtak Media Google News

સોશ્યલ મિડીયાના માધ્યમથી સંપર્ક કરી યુવતી આજી ડેમ પાસે રામ વનમાં બોલાવી માર મારી

રૂ.10 લાખ પડાવવા પ્રયાસ: બે યુવતી સહિત સહિત પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો

રાજુલાના રંગીન મિજાજી યુવાનને રાજકોટની યુવતીએ મોહ ઝાળમાં ફસાવી રાજકોટ આજી ડેમ પાસે રામ વનમાં ફરવા લઇ જઇ અન્ય ચાર સાગરિતો સાથે સાંઠગાંઠ રચી હનીટ્રેપમાં ફસાવી પોલીસમાં ફરિયાદ નોંધાવવાની ધમકી દઇ રૂ.10 લાખ પડાવવા માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા આજી ડેમ પોલીસે બે મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજુલા તાલુકાના વડગામના શૈલેષભાઇ બદરૂભાઇ ધાખડા નામના 21 વર્ષના યુવાને રાજકોટની માનસી ગોહિલ, રાહુલ, હમીર જોગરાણા, દિનેશ અને પલ્લવી પટેલે એક સંપ કરી હનીટ્રેપમાં ફસાવી પોલીસમાં ફટી કરાવી દેવાની ધમકી દઇ રૂ.10 લાખની માગણી કર્યા બાદ રૂ.2.50 લાખ આપી ફરિયાદ ન કરવાનું કહ્યા અંગેની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શૈલેષ ધાખડાએના 972470414 નંબર મોબાઇલમાં ગત તા.11 ઓકટોમ્બરે 9510442897 નંબરમાંથી માનસી ગોહિલ નામની યુવતીએ વોટસએપમાં વાત કર્યા બાદ બંને એક બીજા સાથે મોબાઇલમાં વાર્તાલાપ અને ઓન લાઇન ચેટીંગ કરી સંબંધ બનાવી શૈલેષ ધાખડાને ગઇકાલે રાજકોટ મળવા માટે બોલાવ્યો હતો.

શૈલેષ ધાખડા ગઇકાલે પોતાના કાકા શંભુભાઇ ધાખડાની કાર લઇને રાજકોટ માનસી ગોહિલને એસ્ટ્રોન ચોકમાં મળ્યો હતો ત્યાંથી બંને કારમાં આજી ડેમ રામવનમાં ફરવા માટે ગયા હતા. તે દરમિયાન રાહુલ નામનો એક શખ્સ બાઇક લઇને આવ્યો હતો તેને મારી સગાઇ આ છોકરી સાથે છે તેની સાથે તુ શુ કરે છે તેમ કહી ધમકાવી પોતાના મામા દિનેશને ફોન કરી બોલાવ્યો હતો. દિનેશ સ્વીફ કાર લઇને રામવન આવ્યી શૈલેષ ધાખડાને ગાળો દઇ ધમકાવતો હતો તે દરમિયાન બાઇક પર હમીર જોગરાણા અને પલ્લવી પટેલ ત્યાં આવ્યા હતા અને શું ઝઘડો ચાલે છે તેમ કહી વચ્ચે દરમિયાનગીરી કરી ઝઘડો પડાવવા અંગે સમજાવ્યા હતા ત્યારે રાહુલના મામા દિનેશે પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી દઇ કારમાંથી પાઇપ કાઢી માર માર્યો હતો. અને ફરિયાદ ન કરવી હોય તો રૂ.10 લાખની માગણી કરી હતી. હમીર જોગરાણા અને પલ્લવીએ રકઝક કરી રૂ.2.50 લાખમાં નક્કી કર્યુ હતું.

શૈલેષ ધાખડાએ આ અંગેની પોતાના કાકા શંભુભાઇ ધાખડાની સાથે મોબાઇલમાં વાત કરી ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરવા જવાનું કહી નીકળી આજી ડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે.પી.એસ.આઇ.ગઢવીએ બે યુવતી સહિત પાંચ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.