Abtak Media Google News
આઠ જિલ્લા અને શહેર પ્રમુખને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હોય સંગઠનની કામગીરી પર અસર ન થાય તે માટે સી.આર.પાટીલે કાર્યકારી પ્રમુખ નિમ્યાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજ્યના અલગ-અલગ આઠ જિલ્લા અને મહાનગરોના વર્તમાન પક્ષ પ્રમુખોને ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આવામાં ચૂંટણી સમયે જ સંગઠનની કામગીરી પર અસર ન પડે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા તાત્કાલીક અસરથી આઠ જિલ્લા અને મહાનગરોમાં કાર્યકારી પ્રમુખોની વરણી કરવામાં આવી છે.

Advertisement

કચ્છની ભૂજ વિધાનસભા બેઠક પરથી ભાજપે કચ્છ જિલ્લાના પ્રમુખ કેશુભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કચ્છમાં કાર્યકારી પ્રમુખ તરીકે વલ્લમજીભાઇ હુંબલની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી જિલ્લાના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાને ટંકારા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હોય તેઓના સ્થાને મોરબી જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે રણછોડભાઇ દલવાડીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ માનસિંહ પરમારને સોમનાથ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હોવાના કારણે દિલીપસિંહ બારડની કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.

જ્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાને અમરેલી વિધાનસભા બેઠકના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હોવાના કારણે અમરેલી જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે રાજેશભાઇ કાબરીયાની વરણી કરવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિતભાઇ શાહને પણ એલીસબ્રિઝ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હોવાના કારણે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પરેશભાઇ લાખાણીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આણંદ જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે મયુરભાઇ સુથાર, વડોદરા જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે ડો.બી.જે. બ્રહ્મભટ્ટ અને તાપી જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે વિક્રમભાઇ તરસાડીયાની વરણી કરવામાં આવી છે. જે આઠ જિલ્લા અને મહાનગરોમાં ભાજપ દ્વારા વર્તમાન પ્રમુખને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. તે ચૂંટણીમાં વિજેતા બનશે તો બની શકે કે તેઓ પાસેથી સંગઠનના હોદ્ેદાર તરીકેનું સ્થાન લઇ લેવામાં આવે અને તેઓના સ્થાને નવી નિમણૂંક કરાય તેવું હાલ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.