Abtak Media Google News

એસ.ટી. અને આર.ટી.ઓની સંયુકત ચેકીંગ ડ્રાઈવમાં ઈકો, મીનીબસ, ક્રુઝર સહિતના વાહનો પકડાયા: બપોર સુધીમાં ૧૫૦૦૦નો દંડ

રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ફરી એકવાર નિયમભંગ કરનારા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી છે. આજે સવારથી જ નિયમ ભંગ કરતા વાહનો સામે એસ.ટી. અને આર.ટી.ઓ એ લાલ આંખ બતાવીને સપાટો હાથ ધર્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા આવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આજે બપોર સુધીમાં ૧૩ વાહનો પકડાયા છે.

Advertisement

છેલ્લા ઘણા સમયથી એસ.ટી. વીજીલન્સ ટીમ દ્વારા આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સવારથી જ રાજકોટ એસ.ટી.ની ટીમ દ્વારા જુદા જુદા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં બેદરકારી કરીને ચલાવતા વાહનોને ડીટેઈન કરાયા છે. ઉપરાંત દા‚ પીને વાહન ચલાવતા પ્રદુષણ ફેલાવતા વાહનો, નિયમથી વધુ ભરેલા મુસાપરો તેમજ બેદરકારી દાખવતા વાહનો સામે એસ.ટી. વિજીલન્સ અને આર.ટી.ઓએ લાલ આંખ કરી છે. આજે આખો દિવસ દરમિયાન એસ.ટી. અને આર.ટી.ઓની સંયુકત ટીમે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરતા ઘણા બધા નિયમ ભંગ કરતા વાહનો સામે આકરી કાર્યવાહી કરી હજારો ‚પીયાનો દંડ ફટકાર્યો હતો.

રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સવારથી જ વિજીલન્સ ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ અને ૨૩ વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેમાં ૧૬મીની બસ, ક્રુઝર, ટેમ્પો સહિતના વાહનોને દંડ ફટકાર્યો હતો. અંદાજે બપોર સુધીમાં ૧૫ હજાર ‚પીયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા ભવિષ્યમાં પણ બેદરકારી દાખવતા વાહનો સામે કડક પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.