કોરોના મહામારીથી આ મોટી ફિલ્મોની રિલીઝ અટકી, કરોડો રૂપિયા લાગ્યા છે દાવ પર

0
29

સાલ 2020-21માં કોરોના મહામારીથી સિનેમા ખાલી પડ્યા છે. નિર્માતા માટે આ કપરો સમય છે. અમુક ફિલ્મો બનીને તૈયાર છે, તો અમુકનું અડધું શૂટિંગ થઈ ગયું બાકીનું બાકી, આવી પરિસ્થિતીમાં નિર્માતાના કરોડો રૂપિયા અટકી પડ્યા છે. અમુક ફિલ્મોતો એવી છે જેની રિલીઝ ડેટ બહાર પડી હતી, કોરોના વાયરસના કારણે રિલીઝ પાછળ ગઈ.

આ બધી ફિલ્મોમાં મોટાસ્ટાર વારી ફિલ્મોની વાત કરીયે તો મહત્વની 6 ફિલ્મો છે જેની ચાહકો આતુરતા સાથે રાહ જોય રહ્યા છે.

1) સૂર્યવંશી

અક્ષય કુમાર, કેટરીના કૈફ, અભિનીત અને રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માર્ચ 2020માં થિયેટરમાં રિલીઝ થવાની હતી. કોરોના મહામારીના કારણે રિલીઝ અટકી ગઈ. હવે તે લોકો OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. ફિલ્મનો મેકિંગ ખર્ચ 100 થી 120 કરોડ આજુબાજુનો હશે.

2) 83

1983ના વિશ્વકપમાં વિજેતા બનેલી ભારતીય ટીમ પર આ ફિલ્મ આધારિત છે. જેમાં રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ જોવા મળશે. એક થા ટાઇગર ફિલ્મ ડિરેક્ટર કબીર ખાનએ આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું બજેટ 100 કરોડનું છે. 2020માં રિલીઝ થવાની હતી આ ફિલ્મ પણ કોરોનાના કારણે હવે કયારે રિલીઝ થાય એ ખબર નથી.

3) ભુજ- ધ પ્રાઇડ ઇન્ડિયા

અજય દેવગણની આ ફિલ્મ લગભગ 135 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. અભિનેતાએ તેને OTT પ્લેટફોર્મ પર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મ નિર્માતા પણ આ માટે સહમત છે. જો કે, તે કઈ તારીખે રિલીઝ થશે તેની માહિતી અજય દેવગન અથવા નિર્માતાઓ દ્વારા હજી સુધી આપવામાં આવી નથી.

4) રાધે- મોસ્ટ વોન્ટેડ ભાઈ

સલમાન ખાન અને દિશા પટની સ્ટારર આ ફિલ્મ ઈદના અવસરે રિલીઝ થવાની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 13 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થશે, પરંતુ કોરોના વાયરસના કેસમાં થયેલો વધારો આ ફિલ્મની રિલીઝ અટકાવી શકે છે. આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવી છે.

5) લાલ સિંહ ચઢ્ઢા

આમિર ખાન અને કરીના કપૂર ખાન અભિનીત આ ફિલ્મ પણ રિલીઝ માટે અટવાઈ ગઈ છે. તેની શૂટિંગ ભારતમાં લગભગ 100 સ્થળોએ કરવામાં આવી છે. આ સિવાય તેનો શૂટ વિદેશમાં પણ ઘણા સ્થળોએ થયું છે. ફિલ્મમાં અંદાજે 200-250 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની રિલીઝના એંધાણ હજી સુધી દેખાતા નથી.

6) શમશેરા

યશરાજ બૅનર નીચે બનતી આ ફિલ્મમાં સંજય દત્ત, રણબીર કપૂર અને વાણી કપૂર જોવા મળશે. આ ફિલ્મ ખૂબ મોટા બજેટની છે, જેનો આંકડો 140 કરોડ રૂપિયા છે. ફિલ્મની રિલીઝ અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here