Abtak Media Google News

                  કિન્નરો સામે થતી ખોટી ફરિયાદોથી બચવા તેઓ ઘરની બહાર નીકળતા નથી 

Screenshot 23 2

સામાન્ય રીતે કિન્નરો બજારમાં અને હાઇવે પર ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળતા હોય છે.જો  કે હિંમતનગરમાં આનાથી અવળું થયું છે. હિંમતનગરના કિન્નરો ઘરની બહાર જ નથી નીકળી શકતા.

હિંમતનગરના કિન્નરો છેલ્લા 20 થી વધુ દિવસોથી તેઓ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને માત્ર ને માત્ર ઘરમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહે છે. અને તેનું  કારણ તેમના સામે થતી ખોટી ફરિયાદો હતી .વાત  એમ છે કે અમદાવાદના કિન્નરો હિંમતનગરના અને  મોડાસાનો વિસ્તાર પચાવી પાડવા માંગે છે.આ વિસ્તાર પચાવી પાડવા માટે તેમણે અલગ અલગ જગ્યાએ હિંમતનગરના કિન્નરો સામે ખોટી ફરિયાદો દાખલ કરી છે..

Screenshot 22 3

હિંમતનગરના સોનલદે સહિતના કિન્નરો સામે મોડાસા પોલીસ સ્ટેશને મારામારીની ફરિયાદ દાખલ થયેલી હતી તો અમદાવાદના કિન્નરોએ ગાંભોઇના કિન્નરના ઘરમાં ઘુસી અને એક કિન્નરને માર મારેલો.આ ઉપરાંત તલોદ પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ પહેલા બનેલી ઘટનાની ખોટી અરજી દાખલ થઈ છે.જેમાં જે સમયે સોનલ દે સહિતના કિન્નરો કિન્નર જમાતમાં ભળ્યા ન હતા તે વખતની ફરિયાદમાં તેમનું નામ લખવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં ખોટી ફરિયાદો ન થાય તે માટે તેઓ સીસીટીવી કેમેરાની નજર સામે જ રહેવા માંડ્યા છે.

અમદાવાદના કિન્નરો સામે કાર્યવાહી કરવા હિંમતનગરના પચાસેક કિન્નરોએ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને પણ આવેદનપત્ર આપ્યુ છે.તો બીજી તરફ ખોટી ફરિયાદોની બીકે તેઓ ઘરની બહાર ન નીકળતા આ કિન્નરોને પોતાનો ગુજારો કરવો પણ મુશ્કેલ બન્યું છે.

સંજય દિક્ષિત

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.