Abtak Media Google News

30થી વધુ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, રાજકોટની ટીમ પર જોડાઈ

આવકવેરા વિભાગની સાથે જીએસટી પણ સર્ચ અને સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી છે અને મહત્વનું એ છે કે જે લોકો દ્વારા પોતાના કરવામાં ગેરરીતિ આચરી હોય તો તેના ઉપર કડક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત સ્ટેટ જીએસટી ટીમ હરકતમાં આવી છે ને સાસણ ખાતે આવેલા 29 જેટલા રિસોર્ટ અને હોટલો ઉપર તવાઇ બોલાવામાં આવી છે. આ સર્ચ અને સર્વેની કામગીરીમાં 30થી વધુ ટીમ જોડાઇ હતી અને દરોડા પણ પાડવામાં આવ્યા હતા આ ચર્ચમાં રાજકોટ ની ટીમ પણ સહભાગી બની હોવાનું હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે.

ગીર જંગલમાં એશિયાટિક સિંહોને નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં લોકો હોટેલ અને રિસોર્ટ ખાતે ઉતરતા હોય છે અને એક અલૌકિક નજારો પણ નિહાળતા હોય છે પરંતુ સાસણ ની આજુબાજુના વિસ્તારમાં પથરાયેલી રિસોર્ટ અને હોટલો ગેરરીતિ આચરતાં હોવાના કારણે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.  હાલ ઉનાળુ વેકેશનના લીધે સાસણની તમામ હોટલો, રીસોર્ટ, ફાર્મ હાઉસો પ્રવાસીઓથી ફૂલ હોય છે. તેવા સમયે જીએસટી ટીમોએ ટેક્સ ચોરી બહાર લાવવા કામગીરી હાથ ધરતા પ્રવાસીઓને પણ અગવડતા પડી રહી છે.

સાસણ અને આસપાસનાં પાંચ ગામો ભાલછેલ, ભોજદે, હરીપુર, ચીત્રોડ, હીરણવેલમાં પથરાયેલી ખ્યાતનામ હોટલો અને રિસોર્ટમાં શનિવારે જીએસટીની ત્રીસ જેટલી ટીમો ત્રાટકી હતી. 2017થી જીએસટી લાગુ કરાયો ત્યારથી લઈ અત્યાર સુધીના તમામ રેકર્ડ વિવિધ ટીમો દ્વારા ચેક કરવામાં આવી રહી છે. ટીમો ચેક કરવા લાગી હોય ચોવીસ કલાકથી ટેક્સચોરીની તપાસ ચાલુ છે. જીએસટીની રાજકોટ વીંગનાં અધિકારીના વિશેષ માગદર્શન હેઠળ નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે ત્યારે  હોટલ ઉદ્યોગમાંથી મોટા પ્રમાણમાં ટેક્સચોરી બહાર આવે એવી સંભાવના છે.

સાસણ ખાતે સિંહ દર્શન કરવા હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય તમામ હોટલ, રીસોર્ટ ફુલ છે. ગઈકાલે સાસણમાં એકપણ હોટલ કે ફાર્મ હાઉસમાં જગ્યા મળતી ન હોતી. ત્યારે વિભાગ દ્વારા રાજય સરકારની કામગીરી હાથ ધરવામાં આવી છે તેનાથી હોટેલ અને રિસોર્ટ ઉધોગકારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે તો સાંજે સહેલાણીઓ ગીરની મુલાકાતે આવ્યા હતા તેઓને પણ ઘણી અગવડ તેનો સામનો કરવો પડી રહ્યો છે.

એ વાત ઉપર પણ વસતા કરવામાં આવી હતી કે સાસણ આજુબાજુના વિસ્તારમાં અનેક વિધ હોટલો રિસોર્ટ આવેલા છે પરંતુ તે પૈકી માત્ર 29 રિસોર્ટ પર જ જીએસટી વિભાગ દ્વારા તમે બોલાવતા હોટેલ અને રિસોર્ટ ના માલિકોમાં અસંતોષની લાગણી પણ જોવા મળી છે. ઓછા રોકાણથી તગડી કમાણીવાળા બચે છે સાસણ અને આસપાસનાં ગામોમાં 250 થી વધુ ફાર્મ હાઉસો ચાલે છે. જેમાં ઓછા રોકાણથી ધંધો ચાલે છે.અને ભાડાની આવક જોરદાર રખાતી હોય સરકારનાં ચોપડે નહીવત ટેક્સ ભરાય છે. ત્યારે જીએસટી ટીમોની તપાસ કેટલે સુધી લંબાઈ છે. તેના ઉપર લોકોની મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.