Abtak Media Google News

જાન્યુઆરીથી કાર્ગો સર્વિસ શરૂ થાય તેવા ઉજળા સંકેતો

એપ્રોચનું કામ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થતા એક સાથે પાંચ એરક્રાફ્ટ પાર્ક થઈ શકશે રન વેની લંબાઈ ૧૦૦ મિટર વધતા ઈન્ડિગો સહિતની એરલાઇન્સ શરૂ કરવા ભલામણ

સાંસદ મોહન કુંડારિયા, એરપોર્ટ ડાયરેક્ટર દિગંતા બોરહ અને પ્રાંત અધિકારી ગઢવીની ઉપસ્થિતિમાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક મળી

રાજકોટ એરપોર્ટની એડવાઇઝરી કમિટીની બેઠક આજરોજ મળી હતી. જેમાં રાજકોટ એરપોર્ટનો રન વે લંબાયો, હવે મોટા એરક્રાફ્ટ પણ લેન્ડ થઈ શકશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. સાથે એપ્રોનનું કામ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થતા એક સાથે પાંચ એરક્રાફ્ટ પાર્ક થઈ શકશે.  રન વેની લંબાઈ ૧૦૦ મિટર વધતા ઈન્ડિગો સહિતની એરલાઇન્સ શરૂ કરવા ભલામણ પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ પણ શરૂ થાય તેવા સંજોગો છે તેવી વિગતો જાહેર કરવામાં આવી હતી.

Img 20201216 Wa0029

એરપોર્ટ એડવાઇઝરી કમિટી (એએસી)ની મીટીંગ આજે સવારે ૧૦:૩૦ કલાકે રાજકોટ એરપોર્ટ પર રાખવામાં આવી હતી. જેમાં એરપોર્ટ ડાયરેક્ટર દિગંતા બોરહ, એએસી મીટીંગના ક્ધવીનર, સાંસદ મોહનભાઇ કલ્યાણજીભાઇ કુંડારીયા, એએસીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ રનવેની ઉપયોગી લંબાઈ ૧૦૦ મી. લંબાવવામાં આવી છે. જેથી હવે ઈન્ડિગો સહિતની એરલાઇન્સના મોટા એરક્રાફ્ટ પણ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ શકશે.

Img 20201216 Wa0030

ઈન્ડિગો એરલાઇન્સને એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા રાજકોટ એરપોર્ટથી સંચાલન કરવા વિનંતી કરવામાં આવી છે.  અન્ય એરલાઇન્સને પણ રાજકોટ એરપોર્ટથી કામગીરી શરૂ કરવા અનુરોધ કરવામાં આવશે.  રાજકોટ એરપોર્ટ પર જાન્યુઆરીથી કાર્ગો કામગીરી શરૂ થવાની સંભાવના છે. ભારતીય ટપાલ વિભાગને હવાઇ મેલ સેવાની સુવિધા માટે રાજકોટ એરપોર્ટ પર કાઉન્ટર ચલાવવા કહેવામાં આવ્યું છે. કમિટિએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન એકેડેમી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સમન્વયમાં રાજકોટમાં કમર્શિયલ પાઇલટને તાલીમ આપવા માટે ફ્લાઇંગ ક્લબ શરૂ કરવા માટે આગળ વધવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આ બેઠક મહત્વપૂર્ણ બની રહી છે. રાજકોટમાં હવે મોટા એરક્રાફ્ટ આવવાના શરૂ થશે. જ્યાં સુધી હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ ન થાય ત્યાં સુધી અહીંનું ડોમેસ્ટિક એરપોર્ટ પણ અનેકવિધ સુવિધાઓ આપતું થશે. અહીં કાર્ગોની સુવિધા પણ જાન્યુઆરી માસથી મળતું થઈ જશે તેવા પણ ઉજળા સંકેતો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.