સરગમ પરિવારે નવરાત્રીને કર્યું બાય બાય, સિનિયર સિટીજનો મન મૂકીને ગરબે રમ્યા

સરગમ પરિવારના સભ્યો માટે યોજાયેલા રાસોત્સવમાં યુવાધનની સાથે સાથે સીનીયર સીટીઝનો ગરબે રમ્યા હતા અને ઈનામો મેળવ્યા હતા આ રાસોત્સવમાં સરગમ જેન્ટસ કલબ, લેડીઝ કલબ, કપલ કલબ, સિનિયર સીટીઝન કલબ અને ઈવનીંગ પોસ્ટના સભ્યો પૈકી કુલ ૧૫૦ ઈનામો આપવામાં આવ્યા હતા.

આ રાસોત્સવને માણવા મધુભાઈ પરમાર, નેહલ શુકલ, મહેન્દ્રભાઈ ફળદુ, સુરેશભાઈ પટેલ, અમિતભાઈ ચૌહાણ, મનસુખભાઈ ધંધુકીયા, મનમોહન નંદા, ઘનશ્યામભાઈ પરસાણા, ઉષાબેન પટેલ, જસુમતીબેન વસાણી અને જયશ્રીબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ રાસોત્સવમાં હીનાબેન દવે, માલાબેન કુંડલીયા, દર્શીતા કથરેચા, હેમલભટ્ટ, માયા પટેલ, રેશ્માબેન સોલંકી, શ્રધ્ધાબેન કોટડીયા અને અલકાબેન કામદારે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ કાર્યક્રમમાં સરગમ પરિવારના ૧૫૦ કમીટી મેમ્બર્સને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરત સોલંકી જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, કિરીટભાઈ આડેસરા અને રમેશભાઈ અકબરી ઉપરાંત લેડીઝ કલબના નિલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, વિપુલા હિરાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, બીનાબેન પોપટ, અલકા ધામેલીયા, ગીતાબેન પરસાણા જયશ્રીબેન વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.