Abtak Media Google News

સીલીંગની કાર્યવાહીથી બચવા વેરો ભરપાય કરી દેવા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલની તાકીદ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલે મિલકતવેરા તા અન્ય વેરાની વસુલાત માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે તેની સાોસા મિલકતવેરાની વરસો જૂની બાકી રકમની વસુલાત માટે  વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ પણ અમલમાં મુકવામાં આવેલ છે જેને શહેરીજનો તરફી સારો પ્રતિસાદ મળ્યો છે.

Advertisement

આ અંગે માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ચાર મેટ્રો સિટી પૈકીના એક અને સૌરાષ્ટ્રના ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતા અને વિશ્વમાં સૌી વધુ ઝડપે વિકસી રહેલ  શહેરો પૈકીના એક એવા રાજકોટ શહેરમાં પ્રામિક સુવિધાની સાોસા વિકાસના કામો માટે પુરતી નાણાકીય વ્યવસ જરૂરી છે. જે માટે આવકનો મોટો સ્રોત વેરાની આવક પર રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સાલે મિલકતવેરા તા પાણીના ચાર્જ ની તા અન્ય વેરાની વસુલાત માટે વરસની શરૂઆતી જ કડક કાર્યવાહી હા ધરવામાં આવેલ. સાોસા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષના આખરમાં વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ પણ અમલમાં મુકવામાં આવેલ  છે જેના કારણે મિલકતવેરાની વરસો જૂની બાકી રકમની વસુલાત ઇ છે અને લોકોને વ્યાજ ભરવામાં રાહત ઇ છે. તા.૧ ી ૨૨ માર્ચ સુધીમાં ૨૪૬૭૮ જેટલા કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે

વિશેષમાં માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું છે કે, મહાપાલિકા દ્વારા ચાલુ મહિનામાં વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત તા.૦૧/૩ ી ૨૨/૦૩ દરમિયાન ઈસ્ટ ઝોનમાં કુલ ૨૧૧ મિલકતધારકો સામે વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવેલજે અન્વયે ૬૯ મિલકતધારકોએ મિલકતવેરાની બાકી રકમના ચેક આપેલ જ્યારે ૧૪૨ મિલકતો સીલ કરવામાં આવેલ.

વેસ્ટ ઝોનમાં કુલ ૨૦૨ મિલકતધારકો સામે વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવેલ જે અન્વયે ૮૩ મિલકતધારકોએ મિલકતવેરાની બાકી રકમના ચેક આપેલ જ્યારે ૧૧૯ મિલકતો સીલ કરવામાં આવેલ.બાદમાં ૪૩ મિલકતધારકોએ બાકી નીકળતો મિલકતવેરો ભરપાઈ કરી આપતા તેમની મિલકતના સીલ ખોલી આપવામાં આવેલ છે તેમજ સેન્ટ્રલ ઝોનમાં કુલ ૨૧૧ મિલકતધારકો સામે વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવેલ જે અન્વયે ૪૮ મિલકતધારકોએ મિલકતવેરાની બાકી રકમના ચેક આપેલ જ્યારે ૧૬૩ મિલકતો સીલ કરવામાં આવેલ. સીલ યેલ આ મિલકતના ધારકો દ્વારા ૩૧ માર્ચ સુધીમાં મિલકતવેરાની પૂરેપૂરી રકમ ભરપાઈ કરવામાં નહી આવે તો આવી મિલકતોની ૧લી એપ્રિલી જાહેર હરરાજી કરવા તંત્રને સૂચના આપવામાં આવેલ છે. જેી જેઓની મિલકત સીલ યેલ છે તેવા મિલકતધારકો સત્વરે પોતાની બાકી વેરાની રકમ ભરપાઈ કરી મિલકત હરરાજી જેવી કડક કાર્યવાહીી બચવા તેમજ જેઓને ફક્ત માંગણા નોટીસ મળેલ છે તેવા મિલકત ધારકોએ તેમની મિલકત સિલિંગ જેવી કાર્યવાહી ન ાય તે માટે હાલ અમલમાં રહેલ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમનો લાભ લેવા અંતમાં તેમણે જણાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.