Abtak Media Google News

ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 438 રન પર સમેટાઈ : લીડ મેળવવા હજુ વેસ્ટઇન્ડિઝ 352 રન પાછળ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્કમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ 438 રન પર સમાપ્ત થઈ હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝે પણ મજબૂત શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર એક વિકેટના નુકસાને 86 રન હતો.

બીજી તરફ ભારતની પ્રથમ મિનિંગમાં પણ વેસ્ટ ઈન્ડિઝ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો પરંતુ વિરાટ કોહલીની રમતે એ પ્રહારને નબળો પાડ્યો હતો અને ભારતીય ટીમ પ્રથમ માં 438 રન બનાવી શકી હતી. ત્યારે વેસ્ટ ઈન્ડિઝ એ પણ સુજબુજ સાથે બીજા દિવસના અંતે એક વિકેટ ગુમાવી 86 રન બનાવી લીધા છે જે ખરા અર્થમાં કેરેબિયન ટીમની મક્કમ શરૂઆત છે. ત્યારે ભારત ઈટશે કે વહેલાસર વેસ્ટ ઇન્ડીઝને ઓલ આઉટ કરી જંગી લીડ મેળવવી.

આ પહેલા 500મી આંતરરાષ્ટ્રીય મેચને યાદગાર બનાવતા વિરાટ કોહલીએ તેની 29મી ટેસ્ટ સદી ફટકારી, ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 128 ઓવરમાં 438 રન બનાવવામાં મદદ કરી હતી. આ સાથે કોહલીએ ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેન ગણાતા સર ડોન બ્રેડમેનની 29 ટેસ્ટ સદીની બરાબરી કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ માટે રોચે 104 અને જોમેલ વારિકને 89 રન ખર્ચી ત્રણ વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 57 રન આપ્યા હતા જ્યારે શેનન ગેબ્રિયલને એક વિકેટ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.