Abtak Media Google News

મહાદેવ સટ્ટા એપ કેસમાં મોટી ધરપકડ કરવામાં આવી છે. દુબઈ પોલીસે બે આરોપીઓમાંથી એક કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની ધરપકડ કરી છે. દુબઈ પોલીસે ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ કોર્નર નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે. ઇડીએ રવિ ઉપ્પલ સામે રેડ કોર્નર નોટિસ માટે ઇન્ટરપોલને અપીલ કરી હતી.

મહાદેવ બુકના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની ધરપકડ: પ્રત્યાર્પણ માટેની કાર્યવાહી શરૂ

રવિ ઉપ્પલને ભારત લાવવા માટે તપાસ એજન્સીઓએ દુબઇ પોલીસના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ઇડી પણ મહાદેવ એપ મામલા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલે તપાસ કરી રહી છે. રવિ ઉપ્પલ વિરુદ્ધ છત્તીસગઢ અને મુંબઈ પોલીસ પણ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર છે. મહાદેવ સટ્ટાબાજી એપને ભારતમાં બે કરવામાં આવી છે. સૌરવ ચંદ્રકાર અને રવિ ઉપ્પલ બંને છત્તીસગઢના રહેનારા છે. દુબઈથી આ એપનું સંચાલન કરતા હતા.

ઇડીએ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી મામલે 417 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી અને ફ્રીઝ કરી છે. અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે દુબઇથી સંચાલિત આ કંપની નવા લોોકને જોડવા અને તેમની ઓળખ પત્ર બનાવવા તથા અનેક બેનામી બેંક ખાતા થકી મની લોન્ડ્રિંગ કરવા માટે ઓલાઇન સટ્ટાબાજી એપ્લિકશનનો ઉપયોગ કરતો હતો.

મહત્વપૂર્ણ બાબત છે કે, સમગ્ર મામલામાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગી નેતા ભૂપેશ બઘેલનું નામ પણ સામે આવ્યું છે. મહાદેવ બુકના પ્રમોટરોએ ભૂપેશ બઘેલને હવાલા મારફત રૂ. 500 કરોડથી પણ વધુનું ચુકવણું કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે હવે રવિ ઉપ્પલની ધરપકડ બાદ રહસ્યો સામે આવે તેવા એંધાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.