Abtak Media Google News

ધોરાજી ના હડમતીયા માં કેબિનેટ મંત્રી  જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન.

સેવા સેતુ અને પ્રગતિ સેતુ જેવા લોકોને સીધા જ સ્પર્શતા કાર્યક્રમ સેવાસેતું કાર્યક્રમ ધોરાજી તાલુકાના હડમતીયા ગામે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશ ભાઈ રાદડીયા ની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો.  છેવાડા ના નાગરિકો ના પ્રશ્ર્નો ની રજૂઆતો ને સ્થળ પર જ નિકાલ કરી પારદર્શક વહીવટ થી લોકો ની  મુશ્કેલીઓનો કેમ અંત આવે અને તેનો સુખરૂપ નિકાલ થાય તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં સેવા સેતુના કાર્યક્રમનો આરંભ કરવામાં આવેલ છે તેમ જણાવતા

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા એ સેવસેતું કાર્યક્રમ ને  લોકહિત નેં સ્પર્શતો લોકો માટેનો કાર્યક્રમ ગણાવ્યો હતો.

આ પ્રસંગે માજી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માકડિયા એ સેવસેતુ થી ઘર આંગણે જ લોકો ના નાના નાના પ્રશ્નો નો સ્થળ પર જ ઉકેલ આવે છે તે બાબતે રાજીપો વ્યક્ત કરેલ. ધોરાજી મામલતદાર શ્રી ભાનુશાળી એ  સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોચે તે માટે કલસ્ટર બનાવી ગ્રામ્ય વિસ્તારમાં સરકારના કર્મયોગીઓ જઇ લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરે છે, આવા ઉમદા કાર્યક્રમ લોક હિતાર્થે સરકાર દ્વારા યોજવામાં આવી રહ્યા છે તે ખરેખર પ્રજા આવકાર્ય બન્યા છે તેમ કહેલ.

હડમતીયા ગામે આયોજિત સેવસેત્તું ના ૪ તબ્બક્કા માં લોકો દ્વારા રજૂ કરવામાં આવેલ   ૨૨૩૭… અરજી  માંથી ..૨૨૩૭..અરજી ઓનો સ્થળ પર જ નિકાલ થયો હતો જેમાં . આધારકાર્ડ ૯૭. રેશનકાર્ડ ૪૪. માં વાત્સલ્ય કાર્ડ ૮૩. હેલ્થ વેલનેસ કાર્ડ ૧૨૨. ઘરેલુ નવા વીજ જોડાણ ૧૧. પશુપાલન સારવાર અને રસીકરણ ૧૪૨૬ .આવક અંગેના દાખલા ૧૧૧ .વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ૬. વૃદ્ધ પેન્શન ૧ દિવ્યાંગ એસ ટીપાસ ૫. ફોરેસ્ટ વિભાગ લાભાર્થી ૧૭૩. જી.એસ.આર.ટી.સી લાભાર્થી ૫૩. રક્તદાન ૫૦.ઉંમર અંગેના દાખલા ૧૧. ઓપીડી પેશન્ટ ચેકઅપ ૩૫.નો સમાવેશ થયેલ .

આ પ્રસંગે  પ્રવીણભાઈ માકડીયા વિઠ્ઠલભાઈ બોદર.  રસિકભાઈ ચાવડા. ગીરીશભાઈ પેથાણી  નિલેશભાઈ કણસાગરા , દિનેશ વોરા , વિક્રમ વઘાસીયા , રાજુ ભાઈ ડાંગર તથા

તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતાબેન.શ્રી હરકિશન માવાણી . કે પી માવાણી સહિત મહાનુભાવોતેમજ તમામ વિભાગો ના અધિકારી શ્રી ઓ  ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.