Abtak Media Google News

કફર્યુ છતા લોકોની અવર જવર ચાલુ રહેતા જોખમ વધશે

ધારાસભ્ય ગ્યાસુદીન શેખનો રિપોર્ટ નેગેટિવ: સાત દિવસ બાદ ફરી ટેસ્ટ કરાશે

અમદાવાદમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસોને આંકડો વધી રહ્યો છે. અને અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ થઇ રહી હોવાનુ આજરોજ અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્ર્નર વિજય નહેરાએ જણાવ્યુ હતું. આજરોજ ધારાસભ્ય ગ્યાસુદીન શેખનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. તેમજ હજુ જરૂર લાગશે તો ૭ દિવસ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવનાર હોવાનુ જણાવ્યુ હતું. તબીબોએ ગ્યાસુદીન શેખને હાલ ૧૪ દિવસ હોમ કવોરોન્ટાઇન રહેવા સલાહ આપી છે. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલાની મીટીંગમાં ધારાસભ્ય શૈલેષ પરમારનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે જો કે તેની રિપોર્ટ હજુ સુધી પેન્ડિંગ છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારી તેમજ તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કમિશ્ર્નરે જણાવ્યુ હતુ કે કોર્પોરેશનના એક અધિકારી અને કર્મચારીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત એલ.જી. હોસ્પિટલના બે ડોકરટ સહિત પ કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. ધારાસભ્ય ગ્યાસુદીની શેખની આસપાસના વિસ્તારમાં ૧૦ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનુ જણાવ્યું છે. કોરોનાના કહેરેન રોકવા કમિશ્ર્નરેએ જણાવ્યુ હતું કે દરરોજ પ૦ જેટલી ટીન કામગીરી કરી રહી છે તે ગુલભાઇ ટેકરામા ૧૦ હજાર લોકોનો સર્વ કરાશે. આ ઉપરાંત રામાપીર ટેકરામાં પણ ૩૦ ટીમ તૈનાત કરાઇ છે. અમદાવાદમાં કફર્યુ લગાવાયોલ હોવા છતા ૨૧ હજાર જેટલા લોકો અવર જવર કરતા હોવાનુ વિજય નહેરાએ જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.