Abtak Media Google News

યુક્રેન અને રશિયાના યુદ્ધથી કાચામાલ તેમજ તૈયાર માલની એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ ઉપર મોટી અસર

ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનનાં પ્રમુખ  મગનભાઈ પટેલે કેન્દ્રના ખજખઊ મંત્રી  નારાયણ રાણેને એક પત્ર લખી નિવેદનમાં જણાવ્યું છે કે આજે દેશનું ખજખઊ સેક્ટર અનેક ગંભીર સમસ્યાઓથી પસાર થઈ રહ્યું છે.અત્યારે 30% ઔદ્યોગિક એકમો માંદા અને 50% એકમો 50% ઉત્પાદન ક્ષમતાથી ઉત્પાદન કરે છે. એ જોતા ઘણા બધા એકમો  માંદા થઈ ગયા છે જેના લીધે ફાયનાન્સીયલ ઇન્સ્ટિટ્યૂટો, શ્રમિકોને ખુબ મોટી અસર થઈ છે. જુદા-જુદા ઉત્પાદનો કરતા અનેક એકમોને અત્યારે કાચામાલનો  ભાવ વધારો 100 ટકાથી 500 ટકા સુધીનો થયો છે.રો-મટિરિયલોમાં દેશની મોટી કંપનીઓ સ્ટીલ, આર્યન, કેમિકલ્સ જેવા ઉત્પાદનો પર કાર્ટેલ કરતા હોય છે અને અત્યારે રોકડ પેમેન્ટથી પણ માલની ડિલિવરી પણ એક મહિના બાદ મળે છે, સાથે-સાથે ડિલે પેમેન્ટની બાબતમાં પણ એટલી તકલીફ છે.

કેસનાં નિકાલ આવવાથી પણ મોટા યુનિટો પેમેન્ટ કરતા નથી અને કેસ હાઇકોર્ટ સુધી જાય છે. ચુકાદો આવ્યો હોવા છતાંય મોટા યુનિટો દાદ દેતા નથી જેને માટે ફેસીલેટ કાઉન્સીલને સત્તા આપીને કેસનાં નિકાલ માટે પ્રયત્ન કરવા જોઈએ.અત્યારે આંતરરાષ્ટ્રીય દેશો જેવા કે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, કેન્યા, મ્યાનમાર, તાન્ઝાનિયા, સુદાન, યુગાન્ડા, ઘાના, નાઈજીરિયા જેવા દેશો કે જ્યાં આપણું ખજખઊનું એક્ષપોર્ટ વધારે છે ત્યાં કઈની સામે પણ પેમેન્ટ આવતા નથી કારણ કે તે લોકોની સરકારો પાસે ફોરેન કરન્સી નહિ હોવાથી પેમેન્ટ કરી શકતા નથી. આથી મિનિસ્ટ્રી ઓફ ખજખઊએ ભારતના એમ્બેસેડર સાથે પરામર્શ અને યોગ્ય અભ્યાસ કરીને યુનિટોને ચેતવવા જોઈએ અને પેન્ડિંગ પેમેન્ટ કેસોનો નિકાલ કરવા ભારત સરકારે પ્રયત્નો કરવા જોઈએ. શ્રી લંકામાં સિંહાલીના નવા વર્ષ માર્ચ મહિનામાં ટેક્સટાઈલનો માલની નિકાસ ગુજરાત તેમજ દેશમાંથી થયેલ છે,તેવી જ રીતે ફાર્મા ઉદ્યોગોના માલની પણ ખુબ જ નિકાસ થયેલ છે જેના પેમેન્ટો રોકાઈ ગયા છે તેમાં ભારત સરકાર વચ્ચે રહીને રોકાઈ ગયેલા પેમેન્ટોનો ઉકેલ લાવવા પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે જેના લીધે ખજખઊ ડાયરેક્ટ / ઈન્ડાયરેક્ટ આર્થિક કટોકટીમાં આવી ગયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.