Abtak Media Google News

લોકોપયોગી કાર્યો સાથો સાથ વિકાસની રફતાર પણ જાળવી રાખતા સહદેવસિંહ જાડેજા

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાની ટર્મનુ એક વર્ષ પૂરું થયું છે અને કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની રફતાર ધીમી પડવા દીધી નથી . રસ્તા , ગટર , માઈનોર બ્રીજ , સ્મશાન છાપરી , આંગણવાડીઓ , પંચાયતોના નવા બિલ્ડિંગો સહિતના કામો પાછળ કુલ રૂપિયા 1983 લાખ મંજુર કરવામાં આવ્યા છે . કોરોનાને કારણે પરેશાનીમાં મુકાયેલા દર્દીઓ અને તેના પરિવારને રાહત મળે તે માટે આરોગ્યક્ષેત્રે વધુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

પોતાની એક વર્ષની કામગીરીનું સરવૈયું રજૂ કરતા સહદેવસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર 36 વર્ષની વયે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા પછી સિદ્ધિ જ કારોબારી સમિતિના ચેરમેનની મહત્વની જવાબદારી સભ્યોએ સર્વાનુમતે મને સોંપી છે . એક વર્ષમાં છ વખત મિટીંગ મળી છે . પરંતુ જિલ્લા પંચાયતમાં મારી હાજરી લગભગ દરરોજ હોય છે . અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર ફરજ પર આવે અને કામ કરે તે માટે શરૂઆતના તબક્કામાં ભારે ધ્યાન આપ્યું હતું અને હવે બધું રાબેતા મુજબ સારી રીતે ચાલે છે .

પોતાના મતક્ષેત્રમાં ગ્રામ્ય રસ્તા અને પુલો ના નવિનીકરણ , રીપેરીંગ ની પુષ્કળ કામગીરી કરેલ જેમાં ઉલ્લેખનીય બાબત કોલીથડ – અનીડા રોડ , ખડવંથલી બ્રિજ ની કામગીરી હડમતાળા ગામે નદી પર કોઝવે નું કામ આંબરડી ગામે પુરરક્ષક દિવાલનું કામ છે.તેમની સતત જાગૃતતાના કારણે જિલ્લા પંચાયત ઉપરાંત રાજ્ય સરકાર ના કામો માં પણ રજુઆત કરી પરીણામ લાવેલ છે . કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું કે પ્રથમ વર્ષ કોરોનાની વિપરીત પરિસ્થિતિના કારણે પડકારરૂપ હતું પરંતુ ત્યારે પણ વિકાસની ગતિ ધીમી પડવા દીધી નથી અને હવે જ્યારે કોરોના પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે આ વર્ષે વિકાસની ગાડી વધું પુરપાટ ઝડપે દોડશે.

કોરોનાના કારણે પ્રથમ વર્ષ ભારે પડકારરૂપ હતું: સહદેવસિંહ

Dsc 9808 Dsc 9808 Scaled

રાજકોટની સિવિલ હોસ્પિટલમાા કોરોના ટેસ્ટીંગ માટે મોટુ વેઈટીંગ લીસ્ટ હતુ ગ્રામ્ય વિસ્તારનાં દર્દીઓને રાજકોટ સુધી  ધકકા ખાવા પડતા હતા પરંતુ અમે ગોંડલ જસદણ, ધોરાજી અને જેતપૂરમાં ટેસ્ટીંગ લેબોરેટરી શરૂ કરાવી  લોકોને રાહત આપી હતી. ગોંડલ તાલુકામાાં તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગ  કીટ, માસ્ક , પીપીઈ કીટ, ગ્લોઝ, સેનેટાઈઝર વગેરેની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન ગોંડલ તાલુકામાં એક જ દિવસમાાં  15થી વધુ ઈંચ વરસાદ પડયો હતો અને તેના કારણે લોકો પારાવાર હેરાન  પરેશાન થઈ ગયા હતા આ સંજોગોમાં  અમે પોતાના ખર્ચે આઠ દિવસ સુધી કોલીથડમાં રસોડુ ચાલુ કરાવ્યું હતુ.

અમે આંગણવાડી વધુ આધુનિક બનાવી છે તેમ જણાવતા સહદેવસિંહે કહ્યું હતુ કે 15માં નાણાપંચના એક કરોડ 17 લાખનીમંજૂરી આ માટે આપી છે. આંગણવાડીમાં ટીવી ફ્રીઝ, રમકડા કલર પેઈન્ટીંગ, ભીત ચિત્રો વગેરેની વ્યવસ્થા કરીનેઆંગણવાડીઓને નમૂનેદાર બનાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.