Abtak Media Google News

સિમાડે ફંફાડા મારી રહેલા ચાઇનીઝ ડ્રેગનને ગળે અને પુંછડે અમે બન્ને જગ્યાએથી દબાવવાનું ભારતે શરૂ કરી દીધું છે. છેલ્લા ત્રણ મહિનામાં સુરક્ષા અને ડેટા ચોરીના કારણો આગળ ધરીને ભારતે ચીનનાં આશરે પોણા બસ્સો એપ ભારતમાં લોક કરી દીધા છે. આ ઉપરાંત ચીનમાંથી જોબ વર્ક અર્થાત સસ્તા ઉત્પાદન યુનિટોને ભારતમાં આમંત્રણ આપીને ભારત સરકારે ધીમે ધીમે ચાઇનીઝ ઇકોનોમીને ગુંગળાવવાની બાજી ગોઠવી છે. બીજીતરફ ભારતીય ઉદ્યોગપતિ અંબાણી જુથ પેટ્રોકેમિકલ, કોમ્યુનિકેશન, તથા રિટેલ સેક્ટરમાં પગ ફેલાવવાનું શરુ કર્યું છે. આ બધી ગોઠવણ લાંબા ગાળે ભારતીય ઇકોનોમીને કઇ દિશામાં લઇ જશે ?

ચીનમાંથી યનિટોની ભારતમાં સ્થાપના રોજગારી વધારે

ગારમેન્ટ સેક્ટરની ગ્લોબલ બ્રાન્ડો જે સસ્તા જોબ વર્કની લાલચમાં ચીનમાં ગોઠવાયેલી હતી તે હવે ચીન છોડીને ભારતમાં આવવા તૈયાર થઇ રહી છે. જર્મનીની  જગમશહૂર બ્રાન્ડ માર્કો પોલો વર્ષોથી પોતાના વૈશ્વિક ઓર્ડર તેના ચીન સ્થિત સપ્લાયરોનેઆપતી હતી. જેના કારણે ચીનમાં એપરલનાં જોબ વર્કનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હતો. હવે આ કંપનીએ પોતાની બ્રાન્ડનાં જર્સીનાં ઉત્પાદનનો મોટો ઓર્ડર તેના ભારતીય વેન્ડરને આપી દીધો છે. માર્કો  પોલોના પગલે હવે અન્ય વિદેશી કંપનીઓ પણ પોતાના જોબ વર્ક ભારતમાં લઇ આવવા તૈયાર થઇ છે.  આ કારોબાર ભારતમાં આવે તો ભારતમામ એપરલ ઇન્ડસ્ટ્રીનું કામ ૨૫ ટકા જેટલું વધે તેવી ધારણા છે. નવા ઓર્ડર ની અંતિમ જાણકારી એાકદ-બે સપ્તાહમાં આવવાની ધારણા છે.

આ ઉપરાંત અમેરિકાની કાર્ટર બ્રાન્ડ પોતાના ઉત્પાદન ચીનમાંથી ખસેડીને ભારતમાં લાવવાની વેતરણમાં છે. જાપાનની અમુક કંપનીઓ ભારતમાં આવવા માગે છે પરંતુ તેમને નવા એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચના કારણે પડતર થતી નહોતી એવી કંપનીઓને ભારતમા આવે તો સબ્સીડી આપવાની જાપાન સરકારે જાહેરાત કરી છે.

આ કપનીઓ ભારતમાં ઉત્પાદન શરૂ કરે તો દેશનાં કારીગર વર્ગને રોજગાર મળે આ નાણાની આવક દેશનાં મજદૂર ક્લાસની ખરિદ શક્તિ વધારે જે સરવાળે દેશની ઇકોનોમીને પાટે ચડાવવામાં મોટું યોગદાન આપે..! સામાપક્ષે  આજ ચાલ ચીનમાં રોજગારી ઘટાડે અને તેની ઇકોનોમીને ખરાબ કરે.

ચીનનાં એપ ઉપર પ્રતિબંધ

જ્યારથી ચીન સાથે સિમા વિવાદ થયો છે ત્યારથી ભારત ધીમેધીમે  નો ચાઇના ગો ચાઇના નું સુત્ર જાહેરમાં બોલ્યા વિના ચૂપચાપ અમલમાં મુકી રહી છે. અત્યાર સુધીમાં ૧૭૭ ચાઇનીઝ એપ બંધ કર્યા તેનાથી ચીનને આવકમાં ૨૦ કરોડ ડોલર સુધીનો ફટકો પડી શકે છે.એટલું જ નહી લાંબાગાળે ચીની કંપનીઓને આનાથી ઘણું મોટું નુકસાન જઇ શકે  એરપ ડાઉનલોડની બાબતમાં ભારત હાલમાં વિશ્વનું બીજા ક્રમનું માર્કેટ છે. અને આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું માર્કેટ છે.  આજે ભલે ચીનનો ધંધો પાંચ થી દસ ટકા જેટલો ઘટે પરંતુ આગળ જતાં આ કંપનીઓના આવનારા એપને ભારતનું બજાર મળે જ નહી. વળી જ્યારે ભારતમામ એપ તથા ગેમિંગ કલ્ચર વધારે વિકસસે ત્યારે ચીનની આ કંપનીઓને વિલા મોંએ ભારત ભણી જોતા રહેવું પડશૈ.

બીજીતરફ એવા ઘણા એપ છે જે સરકારે ચીનની કંપનીનાં બંધ ર્ક્યા કે તુરત જ ભારતીય કંપનીનાં ચાલુ થઇ ગયા છે. જેમ કે પબજી બંધ થતા તેની અવેજ માં ભારતીય એપ ફૌજી લોન્ચ કરી દીધું છે. હવે જો ચીન સાથે સિમા વિવાદમાં સમાધાન થયા તો પણ જો ગ્રાહકો ફૌજી વાપરતા થઇ ગયા હોય તો પબજીને કોઇ સ્થાન નહીં મળે.   આવી જ રીતે ટિકટોકનાં બે અબજ જેટલા ડાઉનલોડ ગ્રાહકોમાંથી ૩૦ ટકાથી વધારે ભારતનાં નોંધાયા છે.

આ ચાલ થી ભારતમાં કાર્યરત ૪૦૦ જેટલી સ્ટાર્ટ અપ કંપનીઓને ફાયદો થશે કારણ કે આ કંપનીઓને સ્પર્ધા વિના ધંધો કરવા મળશે.

રિલાયન્સ રિટેલમાં ૧૩ રોકાણકારોને હિસ્સો આપવા ઓફર

રિટેલ સેકટરમાં રિલાયન્સના આગમનથી હરિફોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રિટેલ સેકટરને ઓર્ગેનાઈઝડ બનાવવામાં રિલાયન્સનો ફાળો મહત્વનો રહેશે. રિલાયન્સ માર્ટ થકી રિલાયન્સ રિટેલનો વ્યાપ વધશે. ઉપભોગતા સુધી સરળ અને સસ્તુ પહોંચાડવા માટે રિલાયન્સ રિટેલ ધરખમ પ્રયાસો કરી રહ્યું છે. આવા સંજોગોમાં રિલાયન્સ ૧૩ રોકાણકારોને રિલાયન્સ રિટેલમાં હિસ્સો આપવાની ઓફર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતીય કોર્પોરેટસની ભૂમિકા

અંબાણીની જ વાત કરીએ તો જીઓ બાદ મુકેશ આંબાણીએ ફ્યુચર ગ્રુપનો સોદો કર્યો છે. આ સાથે જ હવે ભારતીય  કંપની નવા બજેટ અને નવી બિઝનેરસ ફોમ્યુલા પ્રમાણે બજારમાં એન્ટ્રી કરશે. સ્વભાવિકરીતે જ એમેઝોન, વોલમાર્ટ તથા કારગિલ જેવી બહુરાોષ્ટ્રિય કંપનીઓને થતી કમાણી ઉપર મોટો કાપ આવી શકે છે.  કારણ કે ગ્રાહકોને ભારતીય બજાર નો વિકલ્પ મળી રહે છે.  આમ થવાથી ભારતીય રુપિયો સ્થાનિક માકેર્કેટમાં ઘૂમશે. જે સ્થાનિક ઇકોનોમીને દોડતી કરવામાં સિંહફાળો આપી શકે છે. ભારતીય કંપનીની કમાણી વધવાના કારણે તેની સુવિધામાં વધારો થશે, કંપનીનાં કમર્મચારીઓને તથા શેરધારકોને લાભ થશે.  યાદ રહે કે જીઓમાં શેર ઓફર કયાર્યા બાદ હવે મુકેશ અંબાણી તેના સ્ટેક હોલડરોને રિલાયન્સ રિટેલનો પણ અમુક હિસ્સો  પણ તેના સ્ટેક હોલ્ડરોને આપવા માંગે છે.  આમ કરવાથી કંપનનિી બેલેન્શીટમાં પણ સુધારો જોવા મળશૈ. જે આગળ જતાં વિદેશી મુડીરોકા  લાવવામામ મદદરૂપ થઇ શકે છે.  હવે જે કંપનીઓને હિસ્સો આપવાની વાત છે એમામ વિદેશી કંપનીઓના પણ નામ છે જે ભારતમામ વિદેશી હુંડિયામણ લાવીને રોજગારીની નવી તકો ઉભી કરશે.  રિલાયન્સ રિટેલનાં ૧૦ ટકા હિસ્સને વેચીને ૫.૭ અબજ ડોલર ઉભા કરવાની અંબાણીની ગણતરી છે. યાદ રહે કે મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી રિલાયન્સ રિટેલનો ધંધો સંભાળવાની છે.

વસ્ત્રોના ઉદ્યોગમાં ૨૫ ટકા વધુ તક

ભારત અને ચીન વચ્ચેના આર્થિક યુદ્ધમાં વધુ એક આંતરરાષ્ટ્રીય કંપની ભારતની નજીક આવી છે. કાપડ ઉદ્યોગમાં ટોચના ગણાતા માર્ક ઓ’પોલો ભારતમાં પોતાના ઓર્ડર શિફટ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. વર્તમાન સમયે અપીરલ ઈન્ડસ્ટ્રીમાં ૨૫ ટકા વધુ સ્કોપ હોવાનું પણ સામે આવી રહ્યું છે. દરમિયાન જાપાને એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ ચીનમાંથી બહાર નીકળતી જાપાની કંપનીઓને જાપાન સરકાર સબસીડી આપશે. આ નિર્ણયથી ભારતને ફાયદો થશે. હાલ ચીન અને જાપાન ઉત્પાદન ક્ષેત્રમાં એકબીજાના હરીફ છે. ચીનમાંથી નીકળનાર કંપની ભારતનો વિકલ્પ પસંદ કરતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.