Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટ દ્વારા ૧૧ રસોડા ચાલે છે: ૨૫૦ જેટલા કાર્યકરો સતત ખડેપગે: જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસનો ખૂબ સહયોગ: લોકોને પોતાની શકિત મુજબ સહયોગ કરવા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખની અપીલ

જયેશભાઇ ઉપાધ્યાયએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે.. જયારે આખુ વિશ્વ અને ખાસ ભારત કોરોનામાં ફસાયેલી છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા રસોડું છે. આ અંગે ‘અબતક’ સાથેની વાતમાં બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે શરૂઆતમાં ૧૫૦૦ લોકો માટે વસ્તુ બનાવવાની શરૂઆત થઇ હતી. જો.કે. ગઇકાલે ૩૬,૫૦૦ લોકો માટેની જમવાની વસ્તુઓ બનાવવામાં આવી. ૩૦૦ જેટલી જગ્યાઓ પર અને ૨૫૦ જેટલા કાર્યકરી તથા ૧૦૦ જેટલા વાહનો મળી સાદુ અને સારૂ ભોજન એક સમય ૩૫૦૦૦ લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે. જીલ્લા વહીવાટી તંત્ર રાજકોટ શહેર પોલીસ સહિતના લોકો અમારી મદદે આવ્યા. આ ટ્રસ્ટનો હેતુ કોઇ વ્યક્તિ ભુખ્યો સુવે નહી તે છે.

Vlcsnap 2020 04 29 13H18M07S592

અમારે આ વસ્તુ બનાવવામાં રોજની ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટ પાસે આવકની સ્ત્રોત પૂર્ણ નથી. અમારા ૧૧ રસોડા ચાલે છે. અમારે બીજો ઘણો ખર્ચ પણ લાગે છે. ત્યારે અમને દાતાઓ દાન તો આપે છે પરંપુ તે પૂર્ણ નથી. લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ સુધી બોલબાલા ટ્રસ્ટ સતત જમવાની વ્યવસ્થા કરીને આવે છે. ત્યારે શહેર તથા બહારના દાતાઓને અપિલ કરૂ છુ કે આપ નાની મોટી કોઇ રીતે મદદરૂપ થાવ. બોલબાલાને આર્થિક મદદ કરે તે જરૂરી નથી કોઇ વ્યક્તિ તમારા ઘરની બાજુમાં ભુખ્યો હોય તેને જમવાનું આપે એ પણ મોટી વાત છે. બોલબાલા ટ્રસ્ટને એક મુઠી ચોખાનું પણ આપના તરફથી યોગદાન મળશે તે બોલબાલા ટ્રસ્ટ લાંબા સમય સુધી આ સેવા કરી શકશે. સહકાર દ્વારા પણ ખુબ સહાય કરવામાં આવે છે. પરંતુ જે જગ્યાઅહે કોઇ પહોચી શકતુ નથી ત્યાં પહોંચવાની હેતું બોલબાલા ટ્રસ્ટનો છે. ખાસ કરીને હાટસ્પેટ વિસ્તાર જંગલેશ્વર છે. ત્યા પણ અમે જમવાનું પહોંચાડી છી.

અમારી ટ્રસ્ટ માટે નાનામોટા ઘણા દાતાઓ મદદરૂપ થાય છે. કોઇ માણસ ભુખ્યો ન રહે અને ભુખના કારણે દુ:ખીના થાય તેવી અમારી પ્રયાસ છે. ત્યારે ફરીથી આપન કહુ છે કે આપ બોલબાલા ટ્રસ્ટના ખાતામાં આપને અનુકુળ પડે તેટલી રકમ આપી. સરકારની સાથે રહી સરકારના વિચારો સાથો સાથ સરકારને સહયોગ કરવાની ભાવના સાથે બોલબાલા ટ્રસ્ટ કામ કરે છે. ત્યારે ખાસ ફરીથી રાજકોટની જનતા તથા અગ્રગત્ય લોકોને વિનંતી કરુ છુ કે આપ મદદરૂપ થાય. અમે જયારે રસોડુ ચાલુ કર્યુ ત્યારે અમારી મદદે અબતક ચેનલ આવી હતી. અમને સૌથી સારી અને વધુ સપોર્ટ  અબતક ચેનલે આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.