Abtak Media Google News

 

15 ફેબ્રુઆરી સુધી સરકાર દ્વારા તમામ પડત્તર પ્રશ્ર્નોના ઉકેલ માટે રાહ જોવાશે: રાજ્ય અધ્યાપક મહામંડળ પ્રમુખ રમેશ ચૌધરી

 

અબતક,અમદાવાદ

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની રવિવારે એક બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારી અને ગ્રાન્ટઇનએડ કોલેજના પ્રોફેસરો જોડાયા હતાં. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીને એક મેમોરેન્ડમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમોશન સહિતની અનેક પડત્તર માંગણી સ્વીકારવા આ મેમોરેન્ડમ અપાશે તેમ જણાવવામાં આવ્યું હતું.

માંગણીઓ સ્વીકારવા માટે તમામ કોલેજના પ્રોફેસરો ગ્રીન બેન્ડ પહેરીને વિરોધ કરશે અને સરકાર સમક્ષ પડત્તર માંગણીઓના પ્રશ્ર્ને રજૂઆત કરશે.

એક પ્રોફેસરના જણાવ્યા મુજબ કારકિર્દી એડવાન્સ સ્કિમ હેઠળ છેલ્લાં પાંચ વર્ષોથી અમારૂં પ્રમોશન અટકી પડ્યુ છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ રમેશ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રોફેસરો 15 ફેબ્રુઆરી સુધી સરકાર દ્વારા તમામ પડતર પ્રશ્ર્નોના ઉકેલ માટે રાહ જોશે, જો સરકાર તરફથી સકારત્મક પ્રતિસાદ નહીં મળે તો અમારે નાછૂટકે ગ્રામ આંદોલનનો આસરો લેવો જ પડશે.

છેલ્લાં ઘણા સમયથી અધ્યાપક મંડળ પ્રમોશન સહિતના અનેક મુદ્ે માંગણીઓ કરી રહ્યું છે પરંતુ હાલ સુધી કોઇ ઉકેલ નથી આવ્યો જેને લઇને હવે અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી 20 દિવસ સુધી આ પડત્તર માંગણીઓ સરકાર સ્વીકારી લે તેવું રાજ્યના અધ્યાપક મહામંડળની માંગ છે નહીં તો ઉગ્ર આંદોલન છેડાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.